જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના વરવાન ગામમાં આગ લાગવાની દુર્ઘટના સર્જાય છે. સૌથી પહેલા એક ઘરમાં આગ લાગવાનું શરૂ થઈ અને ઝડપથી ફેલાઈ જેના કારણે લગભગ 65થી વધુ ઘર આ આગની લપેટમાં આવી ગયા અને બળીને રાખ થઈ ગયા હતા.આ દુર્ઘટનામાં એક મસ્જિદ સહિત અનેક ઘરોને સંપૂર્ણ નુકસાન થયું છે. સદ્ભાગ્યની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને પીડિતો માટે વળતરની માંગ કરી છે.
ઘાસમાં આગના લાગવાના કારણે સર્જાયો હતો અકસ્માત
માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, ગીચ વસ્તીવાળા મુલવારવાણ ગામમાં બપોરે લગભગ 3.45 કલાકે એક ઘરમાં રાખવામાં આવેલા સ્ટ્રોમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓએ આસપાસના મકાનોને પણ લપેટમાં લીધા હતા. મોટાભાગના ઘરો લાકડાના બનેલા હતા, જેના કારણે તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે જે મકાનમાં આગ લાગી હતી તેના માલિકે શિયાળામાં પશુઓને ખવડાવવા માટે ઘાસ એકઠું કર્યું હતું. ઘાસમાં આગ લાગવાના કારણે આ અકસ્માત થયો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ વરવાન તહસીલના આ ગામમાં પાંચ ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યા હતા, જો કે તેઓ સ્થળ પર પહોંચી શક્યા ન હતા.
ગામમાં 90 ઘરો
આ દરમિયાન પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકો ઝડપથી પ્રસરી રહેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આગ ત્રણ ડઝનથી વધુ ઘરોમાં ફેલાઈ ગઈ છે, જેનાથી આખા ગામ માટે ખતરો ઉભો થયો છે. આ ગામમાં કુલ 90 ઘર છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આગનું વિકરાળ સ્વરૂપ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ચારેબાજુ જ્વાળાઓ અને ધુમાડાના વાદળો દેખાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech