હવામાન વિભાગની તાજેતરની આગાહી જણાવે છે કે દક્ષિણ–પશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ યથાવત છે. જેના કારણે ચોમાસું નિર્ધારિત સમય કરતા પહેલા આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી, તે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ભાગો તેમજ લક્ષદ્રીપ અને આંદામાન નિકોબાર સહિત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આગળ વધી ચૂકયું છે. આ સિવાય ચોમાસું પૂર્વેાત્તરના તમામ રાયોમાં પણ પહોંચી ગયું છે.
હવામાન વિભાગે કહ્યું છે કે આગામી એક–બે દિવસમાં ચોમાસું પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખડં અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે છે. સામાન્ય રીતે, બિહારમાં ચોમાસાની એન્ટ્રીની તારીખ ૧૦ જૂન હોય છે, પરંતુ તે લગભગ એક અઠવાડિયા પહેલા રાયના પૂર્વ ભાગમાં આવી શકે છે. નવી સેટેલાઇટ ઇમેજરીના આધારે, આજે (સોમવાર, ૩ જૂન) જોવા મળેલી ચોમાસાની રેખા બંગાળમાં કૂચ બિહાર અને કિશનગંજની આસપાસનો વિસ્તારમાં છે. દરમિયાન, આઇએમડીએ કેરળ અને માહેમાં ભારે (૬૪.૫–૧૧૫.૫ એમએમ) થી અતિ ભારે વરસાદ (૧૧૫.૫–૨૦૪.૪ એમએમ) ની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જારી કયુ છે. આઇએમડીએ આસામ અને મેઘાલય માટે ઓરેન્જ એલર્ટ જારી કયુ છે અને કહ્યું છે કે ૩ થી ૫ જૂન વચ્ચે ભારે (૬૪.૫–૧૧૫.૫ એમએમ) થી ખૂબ ભારે વરસાદ (૧૧૫.૫–૨૦૪.૪ એમએમ) ની શકયતા છે. વિભાગે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ માટે પણ સમાન ચેતવણી જારી કરી છે. આઇએમડીએ નવીનતમ બુલેટિનમાં જણાવ્યું છે કે હાલમાં બે ચક્રવાતી નીચા દબાણ કેન્દ્રો રચાયા છે, જેના કારણે દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક ચક્રવાતી પરિભ્રમણ આસામના ઉત્તરપૂર્વીય ભાગમાં ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં સક્રિય છે યારે બીજું કેરળ અને તેની આસપાસ છે. આ ચક્રવાતી સ્થિતિને કારણે કેરળ, માહે અને કર્ણાટકના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં રવિવારે પણ ભારે વરસાદ નોંધાયો છે. કર્ણાટકની રાજધાની બેંગલુમાં રવિવારે ૧૧૧.૧ એમએમ વરસાદ નોંધાયો હતો, જે ૧૩૩ વર્ષનો રેકોર્ડ બ્રેક આંકડો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ક્રિકેટ મેચ નહીં, થ્રિલર મૂવી, દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું
April 17, 2025 12:32 AMનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech