ગુજરાતમાં સિંહોની વસ્તી વધી રહી હોવાના દાવા વચ્ચે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના આંકડાઓમાં ભારે વિસંગતતા દેખાઈ રહી છે. લોકસભામાં કેન્દ્રીય મંત્રીએ ગયા વર્ષે ૧૦૩ સિંહના મોત નીપયા હોવાનું કહેવાયું છે જયારે રાય સાકારે ગયા વર્ષે ૧૨૨ સિંહના મોત થયાનું કહ્યું હતું. બે વર્ષમાં ૨૩૯ સિંહોના મોત થયા છે. જેમા ૨૧૦ સિંહોના કુદરતી યારે ૨૯ સિંહના અકુદરતી મોત થયા છે.
ગુજરાત સરકાર કહે છે કે ૨૦૨૩ના વર્ષમાં ગુજરાતમાં ૧૨૨ સિંહના મોત થયા યારે કેન્દ્ર સરકાર કહે છે કે ગુજરાતમાં ૨૦૨૩માં ૧૦૩ સિંહના મોત થયા છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વર્ષ ૨૦૧૯થી ૨૦૨૩માં ૫૫૫ સિંહોના મોત થયા છે વર્ષ ૨૦૧૯માં ૧૧૩ મોત, વર્ષ ૨૦૨૦માં ૧૨૪ મોત, વર્ષ ૨૦૨૧ ૧૦૫ મોત, યારે વર્ષ ૨૦૨૨માં ૧૧૦ સિંહોના મોત થયા છે. આંકડાઓની આ વિસંગતતા વચ્ચે હકીકત એ છે કે ગુજરાતમાં સિંહોના અકુદરતી મોત વધી રહ્યાં છે.
ગુજરાતમાં સિંહોના મોત મામલે લોકસભા અને વિધાનસભામા આંકડાઓમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. લોકસભાના બજેટ સત્રમાં આ અંગે કરાયેલા પ્રશ્નના ઉત્તરમાં એવો દાવો કરાયો છે કે ગુજરાતમાં ૨૦૨૩માં ૧૦૩ સિંહના મોત થયા હતા. બીજી તરફ વિધાનસભામાં રજૂ કરાયેલા પ્રશ્નના ઉત્તરમાં વર્ષ ૨૦૨૩માં ૧૨૨ સિંહના મોત થયા હતા. લોકસભામાં રજૂ કરવામાં આવેલી વિગત અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૫૫ સિંહોના મોત થયા છે.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સિંહના મોતના આંકડા પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૨માં કુદરતી રીતે ૧૦૪ સિંહોના મોત થયા યારે અકુદરતી રીતે ૫૯ સિંહોના મોત થયા છે, કુલ ૧૮૬ સિંહોના મોત થયા છે. વર્ષ ૨૦૨૩માં ૧૪૫ સિંહોના કુદરતી રીતે મોત થયા છે યારે ૭૩ સિંહોના અકુદરતી મોત થયા છે જે કુલ મળીને ૨૧૮ સિંહોના મોત થયા છે.
૯૦ કિ.મી.ના રેલવે ટ્રેક ફરતે માત્ર ૧૫ કિ.મી.માં જ ફેન્સિંગ
અમરેલી જિલ્લાને ડાલામથ્થાનું ગઢ માનવામાં આવે છે. અહીં ખેતરોમાં કે સીમમાં જતી વેળાએ તમને સિંહનો ભેટો ન થાય તો જ નવાઈ. પણ આ સિંહોના ગઢમાં જ હવે તેઓ અસુરક્ષિત બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે. ડાલામથ્થાના આ ગઢમાં સિંહની પાછળ જાણે મોત પડુ છે. જેમા સૌથી પહેલુ કારણ છે રેલવે ટ્રેક ફરતે ફેન્સિંગનો અભાવ. ૯૦ કિલોમીટરના આવા ટ્રેક ફરતે માત્ર ૧૫ કિલોમીટરના ટ્રેક પર જ તારની વાડ છે. ગુજરાતમાં સિંહોની વસ્તી વધી રહી હોવાના સરકારના દાવા વચ્ચે આ ચોંકાવનારો ખુલાસો થયો છે. સાથે જ વન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ, ટ્રેકર્સની નિમણૂક સહિતના દાવા પણ પોકળ સાબિત થયા છે.
વનવિભાગમાં સ્ટાફની અછત
રાયમાં જેમ દરેક વિભાગોમાં ભરતીની બૂમરાણ છે. વન વિભાગમાં પણ એવું જ છે. વનવિભાગમાં પણ કર્મચારીઓની અછત છે અને તેથી યોગ્ય સારસંભાળ રાખી શકાતી નથી. લગભગ ૮૦ ટકા વન્યજીવ સંભાળ કેન્દ્રોમાં ડોકટરોની જગ્યાઓ ખાલી પડી છે. વાઇલ્ડલાઇફ કેર સેન્ટરોમાં ૧૮ મંજૂર કરાયેલા ડોકટરોની કાયમી ૧૪ જગ્યાઓમાંથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી ખાલી છે. જેમાં ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના કેન્દ્રોનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech