કોંગ્રેસ-AAP ગઠબંધન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રસ્તા અલગ
કોંગ્રેસ-AAP ગઠબંધન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફરી એકવાર અલગ થઈ ગયા છે. બંને પક્ષો અલગ-અલગ વિધાનસભા ચૂંટણી લડવાના છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પોતે આ વાત કહી છે.
બંને દિલ્હી-હરિયાણામાં અલગ-અલગ લડશે
દિલ્હી અને હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ-અલગ ચૂંટણી લડશે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આજે જાહેરાત કરી હતી કે હરિયાણા અને દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનનો કોઈ અવકાશ નથી.
I.N.D.I.A મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સાથે મળીને લડશે
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સાથે મળીને ચૂંટણી લડશે. જયરામ રમેશે કહ્યું કે રાજ્યની ચૂંટણી માટે ઈન્ડીયા ગઠબંધન દ્વારા અપનાવવામાં આવે તેવી કોઈ એક ફોર્મ્યુલા નથી.
તેમણે કહ્યું કે ઇન્ડિયાનું ગઠબંધન માત્ર એવા રાજ્યોમાં જ સાથે મળીને લડશે જ્યાં કોંગ્રેસના નેતાઓ અને અન્ય ગઠબંધન ભાગીદારો આવા ગઠબંધન પર સહમત છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણી એકસાથે લડશે? રમેશે કહ્યું કે ગઠબંધન ઝારખંડ અને મહારાષ્ટ્રમાં સાથે કામ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech