જેતપુરમાં અમરનગર રોડ પર બંધ મકાનને નિશાન બનાવી રૂ.8.14 લાખની ચોરીનો જેતપુર ઉદ્યોગનગર પોલીસે ભેદ ઉકેલી નાખી રાજકોટ અને જેતપુરના શખસને ઝડપી લીધા હતાં.આ બેલડીએ અન્ય એક ચોરીની પણ કબુલાત આપી હતી.બેલડી પાસેથી ચોરીના દાગીના ખરીદનાર રાજકોટના સોની વેપારીને પણ પોલીસે ઝડપી લીધો હતો.
જેતપુરમાં જુના રાજકોટ રોડ, દાતાર તકીયા સામેની ગલીમાં બંધ મકાનમાં ગઇ તા. 21/10/2024 થી તા.23/10/2024 દરમિયાન કોઇ અજાણ્યા કબાટની તીજોરીમાંથી સોનાના અલગ-અલગ દાગીના તથા રોકડ રૂ. 47,000 મળી કુલ રૂ.8,14,570 ની મત્તા ચોરી કરી ગયા હતાં.જે અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ગુનાની ગંભીરતા ધ્યાને રાખી રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા રાજકોટ એસપી હિમકર સિંહ દ્રારા તાત્કાલીક ગુન્હો શોધી કાઢી, આરોપીઓને મુદ્દામાલ સહીત પકડી પાડવા સુચના આપવામાં હોઇ જેથી જેતપુર ડીવાએસપી રોહીતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપરુ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડો. એમ.એમ.ઠાકોરની રાહબરી હેઠળ પીએસઆઇ બી.આર.ચૌધરી તથા ટીમ બનાવનો ભેદ ઉકેલવા અલગ અલગ દીશામાં હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સની મદદથી પ્રયત્નશીલ હતા. દરમિયાન પો.હેડ કોન્સ. રીઝવાનભાઇ સિંજાત તથા વાસુદેવસિંહ જાડેજાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે બે આરોપી અલ્ફાઝ ઉર્ફે ભોલો યુનુસભાઇ ભટ્ટી(રહે. ખાટકીવાસ, અનાજના ગોડાઉનની સામે, નવાગઢ, જેતપુર) અને સુરેશ ઉર્ફે સુરો અશોકભાઇ ગાવડીયા(રહે. શેરી નં.-2, સોમનાથ સોસાયટી-2, કોઠારીયા રોડ, રાજકોટ) ને જેતપુર, નવાગઢ, જુના પશુ દવાખાના પાસેથી ચોરીમાં ઉપયોગ બાઇક તથા ચોરી કરવા ઉપયોગ કરેલ હથીયારો તથા ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ. 40,150 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
આ શખસોની પુછતાછ કરતા આ બેલડી રાત્રીના સમયે બંધ મકાનની રેકી ચોરી કરવાની એમ.ઓ ધરાવે છે.આ બેલડીએ આ સિવાય જેતપુરમાં અમરનગર રોડ ઉપર વેકરીયા નગર ખાતે બંધ મકાનમાંથી ચોરી કયર્નિી કબુલાત આપી હતી. આરોપીઓએ ચોરીનો માલ રાજકોટમાં રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ રમેશભાઇ ભટ્ટી(રહે. બેડીનાકા ટાવર, કડીયાવાડ શેરી, રાજકોટ) નામના સોની વેપારીને આપ્યો હોવાની કબુલાત આપતા તાત્કાલીક સોનીની ધરપકડ કરી તેની પાસેથી એક સોનાનો ઢાળીયો (લગડી) વજન 15.280 ગ્રામ કિ.રૂ.1,05,000 કબજે કર્યો હતો.
આરોપીની હત્યા સહિતના ગુનામાં સંડોવણી
ચોરીમાં ઝડપાયેલા આરોપી સુરેશ ઉર્ફે સુરા સામે ચોરી, વાહન ચોરી,હત્યા મારામારી, લુંટ સહિતના રાજકોટ, જેતપુર,મોરબી,ભાવનગર, અમદાવાદ, ભરૂચ સહિતના પોલીસ સ્ટેશનમાં મળી કુલ 9 ગુના નોંધાઇ ચૂકયા છે.જયારે રાજકોટના સોની વેપારી રાજેશ સામે છેતરપિંડી સહિતના બે ગુના નોંધાઇ ચૂકયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech