ભાવનગર શહેરના રિંગરોડ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેણાંક મકાને તસ્કરો ત્રાટકી રોકડ સહીતની મત્તા ઉઠાવી ગયા હતા. રિંગરોડ સિદ્ધાર્થ સોસાયટી ખાતે રહેતા પરિવારના સભ્યો લગ્ન પ્રસંગે વાડી ભાડે રાખવા ગયા હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સએ રહેણાંક મકાનના મેઇન બારણાનાનુ તાળુ તોડી ઘરમા પ્રવેશ કરી બેડરૂમમાં તેમજ હોલમાંથી સોના-ચાંદીના દાગીના, ઇમીટેશન જવેલરી, રોકડ રકમ, મોબાઇલ ફોન, એરપોડ એપલ કંપનીના ફર્સ્ટ કોપી, પેન ડ્રાઇવ નંગ-૨ મળી કુલ કુલ રૂપિયા ૮૩,૦૦૦ ના મુદામાલની ઘરફોડ ચોરી કરીને નાસી છૂટ્યા હતા. જે મામલે ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી ભરતનગર પોલીસ મથક ખાતે પંકજભાઈ રજનીભાઈ ગજ્જર (ઉ.વ.૨૭, રહે.રીંગરોડ સિધ્ધીપાર્ક સોસાય ટી પ્લોટ નં-૫૯૦૪ GMDC કોલોની પાસે ભરતનગર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ પોતાના પરિવાર સાથે ઉક્ત સરનામે રહે છે. અને ફરિયાદીના લગ્ન હોય જે અંગે તેઓના પિતા તથા કાકી ત્રણેય જણા આગામી તા-૦૩/૦૩/૨૦૨૪ ના રોજ ફરિયાદીના લગ્ન નક્કી થયેલ હોય જેથી વાડીનું બુકીંગ કરી તેની ડીપોજીટ આપવા સાથે ગયા હતા. અને ત્યાથી બપોરના પોણા બે વાગ્યાના સુમારે ત્રણેય જણા ઘરે પરત આવેલા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં જોવામા આવેલ છે. જેથી ઘરમા જઈ હોલમા, બેડરૂમમાં સામાન વેર વિખેર હાલતમા જોવામા મળી આવ્યો હતો. જેથી ઘરે ધોળા દિવસે ચોરી થયેલાનુ જણાતા તપાસ કરતા ઘરની અંદર હોલમાં મંદિર છે. આ મંદિરની નીચેના ખાનામાથી રહેલી ચીજ વસ્તુઓ ચોરી થઇ હોવાનું જણાયું હતું. જેમા ચાંદીના છડા જોડી-ર જેની કિં રુ ૪ ૦૦૦, સોનાની સુક-નંગ-૨ જેની કિં રુ ૩૦૦૦, ચાંદીની નાની નાની લગડી નંગ-૪ જેની કિં રુ ૮૦૦૦, ગણપતિનો ચાંદીનો સિક્કો-એક જેની કિં રુ ૫૦૦, લક્ષ્મીજીનો ચાંદીનો સિક્કો-એક જેની કિં ૨ ૫૦૦, ગણપતિની મુર્તી ચાંદીની જેની કિં૨ ૨૦૦૦ ની વસ્તુ જ્યારે ઘરના બેડરૂમમાં જે ફર્નીચરનો લાકડાનો કબાટ છે. જે કબાટમાંથી નીચે મુજબની ચીજ-વસ્તુ ચોરીમા ગયેલ છે. કાનમાં પહેરવાના સોનાના જુમ્મર જોડી-૧ જેની કિં રુ ૧૦,૦૦૦, સોનાની સુક નંગ બે જેની કિં રુ ૩,૦૦૦, સો ના ની કડલી એક જોડી જેની કિં રુ ૧૦,૦૦૦, ગળામા પહેરવાનો ચાંદીનો સેટ એક જેની કિં રુ ૧૫૦૦, ચાંદીનો જુડો એક જેની કિં રુ ૫૦૦, ચાંદીની પોચી-એક જેની કિં રુ ૧૫૦૦, ચાદીના કાનમા પહેરવાના લટકણીયા -જોડ એક જેની કિં રૂ. ૧૫૦૦, ઇમીટેશનની ખોટી જવેલરી જેની કિં રુ ૧,૦૦૦ છે. જ્યારે બેડરુમના ઉપરના ભાગે આવેલ માળીયામા રાખેલ સુટકેસમાથી ટાઇટન કંપનીની ઘડીયાળના સેટ નંગ બે જેની કિં રુ ૪૦૦૦ જે સુટકેસના લોક તોડી ચોરી ગયા હતા. તેમજ બેડરૂમમાં રાખેલ ડ્રેસીગ ટેબલ તથા હોલમા રાખેલ ટી.વી.ડ્રોઅરમાથી નીચે મુજબની ચીજ-વસ્તુ ચોરીમા ગયેલ છેજે મા બગસરાની બંગડી જોડી-૮ જેની કિં રુ ૪૦૦૦, સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન સી-૯ પ્રો. મોડેલ જેની કિં રુ. ૧૦,૦૦૦, એરપોડ એપલ કંપનીના ફર્સ્ટ કોપી જેની કિં રુ ૨૫૦૦, તથા રોકડ રકમ ૧૦૦ ના દરની નોટનુ એક બંડલ જેની કિં રુ ૧૦,૦૦૦ તથા ૫૦ ના દરની નોટનુ એક બંડલ જેની કિં રુ ૫,૦૦૦ તથા પેન ડ્રાઈવ નંગ-૨ જે બંને સે ન ડીસ્ક કંપનીની છે જેની કિં રુ ૫૦૦ મળી કોઈ અજાણ્યા શખ્સ કુલ રૂપિયા ૮૩૦૦૦ નો.મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. બનાવ મામલે પંકજભાઈ દ્વારા ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech