શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા હંસરાજનગરમાં બધં મકાનને નિશાન બનાવી તસ્કરો .૧.૩૦ લાખની મત્તા ચોરી કરી ગયાની ફરિયાદ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.પરિવાર આગ્રા ભાણેજના લગ્નમાં ગયો હતો દરમિયાન બધં મકાનને નિશાન બનાવ્યું હતું.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પ્રકાશભાઇ અશોકભાઈ દામાણી(ઉ.વ. ૪૪ રહે. હંસરાજનગર શેરી નં ૪) દ્રારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સાધુવાસવાણી રોડ ઉપર આવેલ જુલેલાલ પાન એન્ડ કોલ્ડિ્રકસ નામની દુકાનમાં નોકરી કરે છે. પીતા અશોકભાઇ શેર–એ–પંજાબ નામની હોટલ ચલાવે છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભાણેજ સુભમ કોટવાણીના લગ્ન હોવાથી હું તથા મારો પરીવાર ગઇ તા. ૦૫-૦૨-૨૦૨૫ ૨૦૨૫ના બુધવારના સવારના સાડા આઠ વાગ્યે આગ્રા ખાતે ગયા હતા ત્યારે અમે અમારા ઘરમા બધી જગ્યાએ તાળા મારીને ગયા હતા. લગ્ન પુરા કરીને ગઇકાલે સાંજના નવ વાગ્યાની આસપાસ ઘરે આવીને મારી પત્નીએ અમારા ઘરના મેઇન દરવાજાનું તાડુ ખોલીને અંદર ગયેલ અને હત્પં ઘરનો સામાન ઉતારતો હતો ત્યારે મારી પત્નીએ આવીને મને જાણ કરેલ આપણા ઘરના મંદીરનો દરવાજો ખુલ્લો છે જેથી હુંતુરતં જ પહેલા માળે ગયેલ અને જોયુ તો મારા રૂમનો દરવાજો ખુલ્લો હતો અને રૂમની અંદરનો સામાન વેરવીખેર હતો અને કબાટ પણ તૂટેલ હાલતમાં હતો જેથી મે કબાટમા રહેલ તેજોરી જોતા તેજોરીમા રાખેલ સોનાની વીંટી નગં ૨ આશરે ૮ ગ્રામ જેની કિં. ૨૦,૦૦૦ તથા સોનાના ઇયરીંગ આશરે ૩ ગ્રામ જેની કિં. ૬,૦૦૦ તેમજ સોનાનો પેડલ આશરે ૨ ગ્રામ જેની કિં. . ૪૦૦૦ અને ૫૦૦ ના દરની ચલણી નોટો જે રોકડ .૧ લાખ હતી જે જોવામા આવેલ નહી અને પહેલા માળનો રસોડાનો દરવાજાનો અંદરની સાઇડનો નકુચો પણ તૂટેલ હાલતમા હતો
જેથી બધં મકાનમા કોઇ અજાણ્યા શખસોએ આવી મમાં કબાટની તેજોરીમા રાખેલ સોનાના દાગીના તથા રોકડ પીયા મળી કુલ . ૧,૩૦ લાખની મત્તા ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.પ્ર.નગર પોલીસે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMખાંભા ગીરના ગામડાઓમાં શિકારની શોધમાં રાત્રિના સિંહના આટા ફેરા...
April 03, 2025 12:50 PMમાધવપુરના મેળા મા ફરવાની સાથોસાથ તેના ઇતિહાસને જાણવો પણ જરૂરી
April 03, 2025 12:47 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech