જામનગર શહેરના કાલાવડ નાકા બહાર તારમામદ સોસાયટીમાં રહેતા ફરીદાબેન દ્વારા એ મતલબની ફરીયાદ નોંધાયેલ કે, બપોરના આશરે સવા બારેક વાગ્યે ફરીયાદી તથા ફરીયાદીની દિકરાની વહુ ઘરે હતા ત્યારે બે પુરૂષ વ્યક્તિઓ અંદર આવી અને કહેલ કે આયુર્વેદીક દવા વેંચીએ છીએ અને તમને કાંઈ દુ:ખાવો હોય તો આ દવા લેવાથી તમને સારૂ થઈ જશે તેમ કહેતા ફરીયાદીએ દવાની ના પાડતાં બન્ને જણાએ ફરીયાદીને પગથી લાત મારી નીચે પછાડી દઈ કપડાનો ડુમો મોઢામાં ભરાવી દઈ બન્ને ઈસમોએ હાથ પકડી બીજા રૂમમાં ઢસળીને લઈ જઈ હાથ-પગ દોરી વડે બાંધી દઈ બંધક બનાવી તેજુરીની ચાવી પાકીટમાંથી શોધી લઈ તેજુરી ખોલી તેમાં રાખેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લઈ લીધેલ તેમજ એક ઈસમે ફરીયાદીએ પહેરેલ સોનાનો દાણાવાળો ચેઈન હાથથી આંચકો મારી ઈળ લીધેલ તેમજ રોકડ રૂપિયા ૧,૦૦,૦૦૦/- (એક લાખ તથા સોનાના બિસ્કીટ, સોનાની બુટી, સોનાની બે ગીની, સોનાની બંગડી-૪, ચાંદીની વીંટી એમ કુલ મળી રૂ.૧૪,૦૭,૫૦૦/-મુદામાલ લુંટ કરી નાશી ગયેલ હોય, જે મતલબની ફરીયાદી દ્વારા જામનગર સીટી પએથ ડીવી. પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા ગેરકાયદેસર અટકાયતની વિગતવાર ફરીયાદ કરેલ.
આ કામના મુખ્ય આરોપી હિતેષ પ્રેમજી હોડારે વકીલ મોહશીન કે. ગોરીને રોકેલ અને તેમના મારફત સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ જેમાં મુળ ફરીયાદીએ આરોપીને જામીન મુક્તિ સામે લેખિત વાંધાઓ વકીલ મારફત આપવામાં આવેલ કે આરોપી આ કામનો મુખ્ય આરોપી હોય જેમની ઓળખ પરેડ જીલ્લા મેજીસ્ટ્રેટ રૂબરૂ કરાવેલ હોય અને આરોપીને ફરશીયાદી દ્વારા ઓળખી બતાવેલ છે તેમજ સી.સી.ટી.સી. ફુટેજમાં ઓળખી બતાવેલ છે આરોપીએ ગેરકાયદેસર મંડળી રચી એકસંપ થઈ હાનો ગુન્હો કરેલ છે.
આરોપી મોટા જુથવાળા તથા ઉંચી વગવાળા હોય તેમને જામીન ઉપર મુકત કરવામાં આવશે તો ફરીયાદી તેમજ સાહેદોને ફોડવાની કોશીષ કરશે જેથી આરોપીને હાલના પ્રાઈમાફેસી સ્ટેજે જામીન ઉપર મુક્ત કરી શકાય નહઓ તેવી લેખિત રજૂઆત કરેલ. અને ત્યારબાદ આરોપીના વકીલ મોહશીન કે. ગોરી દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવેલ અને હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓ રજુ કરેલ જે તમામ દલીલો ધ્યાને લઈ મુખ્ય આરોપી હિતેષ પ્રેમજી હોડારને જામીન ઉપર મુકત કરેલ છે.
આ કામે આરોપી તરફે યુવા ધારાશાસ્ત્રી મોહશીન કે. ગોરી, બી. જી. શીંગરખીયા, જીતેશ એમ. મહેતા રોકાયેલા હતા.