વિશ્વમાં સૌથી અમીર ગામ ક્યાં આવેલું છે,જાણો છે? તો બધા એવું જ માને છે કે વિદેશનું જ કોઈ ગામ હશે, જ્યાં સૌથી વધુ લોકો પૈસાવાળા હશે. પણ જાણીને ચોંકી જશો અને આનંદ પણ થશે કે આ ગામ બીજે ક્યાંય નહી પણ ગુજરાતમાં જ આવેલું છે. ગુજરાતના કચ્છમાં આવેલું માધાપર ગામ સૌથી પૈસાવાળું ગામ છે.
આ ગામના મોટાભાગના લોકો વિદેશમાં સ્થાયી થયા છે. આ લોકો અમેરિકા,કેનેડા અને બ્રિટન વગેરે જેવા દેશોમાં રહીને કામ-ધંધો કરે છે અને જે કમાણી થાય છે તેનો એક હિસ્સો પોતાના ગામ માટે મોકલે છે. આ કારણથી ગામ સમૃદ્ધ બન્યું છે.
માધાપર ગામમાં આશરે 7600 જેટલા ઘરો છે અને મોટાભાગના લોકો વિદેશમાં રહે છે. ગામમાં 17 જેટલી બેંક છે અને શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધા પણ ખૂબ જ સારી છે. ગામની આ બેંકોમાં વિદેશ રહેલા લોકોના પૈસા પડ્યા હોય છે, જે ગામના કામ માટે વાપરવામાં આવે છે. ગામમાં કેટલાય લોકો કરોડપતિ છે અને અનેક લોકો લાખોપતિ છે.
ગામ એટલું સમૃદ્ધ છે કે દરેક ઘર આલીશાન છે અને રસ્તાઓ પણ પાકા છે. આ ગામમાં શોપિંગ મોલ અને 5 સ્ટાર હોટેલની પણ સુવિધા છે. વર્ષ 1968માં લંડનમાં રહેતા માધાપરના લોકોએ માધાપર વિલેજ એસોસિએશન નામનું એક સંગઠન બનાવ્યું હતું. જેનો ઉદેશ્ય ગામનો વિકાસ કરવાનો અને લોકો એકબીજા સાથે જોડાય શકે એવો છે અને તેના કારણે જ આ ગામ અત્યારે આટલું સમૃદ્ધ બન્યું છે અને પ્રસિદ્ધ પણ થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ
April 10, 2025 06:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech