ખાગેશ્રીની મહિલાની ૧૦૮ માં ડીલેવરી કરાવી માતા-પુત્રીને નવજીવન આપ્યું છે.
કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામના એક ૨૭ વર્ષીય શ્રમિક મહિલા કે જેઓ સગર્ભા હોય તેમને પ્રસુતિની પીડા ઉપાડતા સૌપ્રથમવાર કુતિયાણા સી.એચ.સી. ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના મેડિકલ ઓફિસર ડો કુલદીપ દ્વારા તપાસ કરતા આ મહિલાને બી.પી.ની તકલીફ હોય અને અગાઉ ખેંચ પણ આવેલ હોય માટે આ સગર્ભા મહિલા જોખમી જણાતા કુતિયાણા સી.એચ.સી. ના મેડિકલ ઓફિસર દ્વારા લેડી હોસ્પિટલ પોરબંદર ખાતે ૧૦૮ મારફતે આ મહીલા સગર્ભાને રિફર કરવામાં આવ્યા હતા ૧૦૮ માં ફરજ પરના ઈ.એમ.ટી.ડો. મીનાક્ષીબેન રાઠોડ અને પાયલોટ રાજેશભાઇ આ મહીલા દર્દીને લેવા માટે તાત્કાલિક નિકળી ગયા હતા.આ મહિલાને એમ્બ્યુલન્સમાં લીધા બાદ મહીલા દર્દીને પ્રસુતિની પીડામાં વધારો થતા તુરંતજ અમદાવાદ ૧૦૮ હેડ ઓફિસના ઇમરજન્સી ફીજીસિયન ડો. પરમારની સલાહ મુજબ આ મહિલાની ૧૦૮ ના ઈ.એમ.ટી.ડો. મીનાક્ષી રાઠોડ દ્વારા એમ્બ્યુલન્સમાં સફળતાપુર્વક ડિલિવરી કરવામાં આવી હતી સાથે પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા પુત્રીને લેડી હોસ્પિટલ પોરબંદર ખાતે સીફ્ટ કર્યા હતા. જોખમી ડિલિવરીમાં ૧૦૮ ના સ્ટાફે નોર્મલ ડિલિવરી કરાવતા માતા અને પુત્રી નો જીવ બચ્યો હતો જેથી દર્દીના પરિવારજનોએ ૧૦૮ ના સ્ટાફનો આભાર માન્યો હતો. સાથે આ તકે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર મહેન્દ્રસિંહ ચૌહાણ અને જિલ્લા અધિકારી જયેશગીરી મેઘનાથી દ્વારા કુતિયાણા ૧૦૮ ની ટીમની પ્રસંશા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુપીના આ ગામને મળ્યું છે એક અનોખું વરદાન, અહીં ઝેરી સાપના ડંખથી પણ કોઈનું મૃત્યુ થતું નથી!
April 08, 2025 12:22 PMફવાદ ખાનના સમર્થનમાં ઉતરી અમીષા પટેલ
April 08, 2025 12:12 PMખંભાળિયા તાલુકા પ્રા. શિક્ષણાધિકારીનો સન્માન કાર્યક્રમ
April 08, 2025 12:12 PMસની દેઓલ 30 વર્ષ પછી શાહરૂખ સાથે કામ કરવા તૈયાર
April 08, 2025 12:11 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech