પોરબંદરના મેળા મેદાન ખાતે અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આધ્યાત્મિક સેવા અને સમાજ ઉત્કર્ષની છેલ્લા ઓગણત્રીસ વર્ષથી કાર્યરત શ્રી ભીમનાથ મહાદેવ સેવા સમિતિ દ્વારા પોરબંદરના ચોપાટી મેળા મેદાન ખાતેના લોકમેળામાં પ્રતિવર્ષની જેમ અન્નક્ષેત્રનું મેળા દરમિયાન બપોરે અને સાંજે અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરના પેરેડાઇઝ ફુવારા બસસ્ટેશન તરફના મેળાના પ્રવેશદ્વાર પાસેથી મેળામાં પ્રથમ પ્રવેશ દ્વાર ખાતે આવેલ સમિયાણામાં શ્રી ભીમનાથ મહાદેવ સેવા સમિતિ તથા રાજીવ લીલાવતી બામણીયા ચેરિટેબલ ફાઉન્ડેશન પોરબંદરના સેવાકર્મી નારણભાઇ બામણીયાના સંયુકત ઉપક્રમે આ અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યુ હતું.
પોરબંદરના રેલ્વે સ્ટેશન ભીમનાથ સેવા સમિતિના સેવાકર્મી તુલશીભાઇ મકવાણા, અનેક માનવ સેવાયજ્ઞ કરતી રાજીવ લીલાવતી ચેરીટી ફાઉન્ડેશન પોરબંદરના સેવાકર્મી પ્રમુખ નારણભાઇ બામણીયા, રામભાઇ મોકરીયા(ભડ), છાયાપ્લોટ ઘેડીયા કોળી સમાજના ઉપપ્રમુખ લાખાભાઇ મોકરીયા, કેળવણીકાર ડો. ઇશ્ર્વરભાઇ ભરડા, બાબુભાઇ વઢિયા, સમસ્ત કોળી સમાજ યુવા મંડળના પ્રમુખ અરજનભાઇ આંત્રોલિયા, સમાજશ્રેષ્ઠી રાજુભાઇ રાઠોડ, જીવાભાઇ ઓડેદરા, જગુભાઇ જેઠવા, પ્રદીપભાઇ બામણીયા, ધનજીભાઇ સોલંકી, હિતેશભાઇ શીંગડીયા, તળપદા કોળી સમાજના ઉપપ્રમુખ ભુપતભાઇ ડાભી, શ્રીકૃષ્ણ સુદામા ગ્રુપના સેવાકર્મી રમેશભાઇ દવે, રસિકભાઇ રોટલાવાળાના મહેન્દ્રભાઇ પોપટ, પોરબંદર જિલ્લા કર્મચારીમંડળના પ્રમુખ રામભાઇ બગીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોરબંદર નગરપાલિકાના પૂર્વ કાઉન્સીલર અને આકાશ કેબલના માલિક દાતા ભરતભાઇ નટુભાઇ બામણીયાના હસ્તે રીબીન કાપીને આ અન્નક્ષેત્રનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ભરતભાઇ બામણીયાએ જરિયાત લોકોની સેવા કરવી તે શ્રેષ્ઠ માનવધર્મ ગણાવી તુલસીભાઇ મકવાણા અને નારણભાઇ બામણીયાની સેવાને બિરદાવી હતી.
આ પ્રસંગે સેવાકર્મી તુલસીભાઇ મકવાણાએ સૌનું સ્વાગત કરતા જણાવ્યુ કે આ મેળાના અન્નક્ષેત્રના મંડપની (સામીયાણા)નિ:શુલ્ક સેવા ભડ ગામના સમાજશ્રેષ્ઠી રામભાઇ મોકરીયા અને નારણભાઇ બામણીયા સહિતના અન્ય દાતાઓનો સહયોગ મળ્યો છે. કોઇની સામે હાથ લંબાવ્યા વિના ભીમનાથ મહાદેવની કૃપાથી બધુ મળી રહેશે. તેમણે માનવસેવાની જ્યોતને વધુ પ્રજ્વલિત બનાવે તેવી શુભકામના વ્યકત કરી હતી. આ પ્રસંગે કેળવણીકાર ડો. ઇશ્ર્વરભાઇ ભરડાએ જણાવ્યુ હતુ કે જલારામબાપા કહેતા કે, ‘દેને કો ટુકડો ભલો, લેને કો હરિનામ’ એ સૂત્રને અનુપ આ ભીમનાથ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે, માનવસેવા જેવો બીજો ધર્મ નથી તેમણે સેવાકર્મી તુલસીભાઇ મકવાણાના માર્ગદર્શન નીચે ચાલતી ભીમનાથ સેવા સમિતિના અદના સેવાકર્મી તુલસીભાઇ મકવાણાના માર્ગદર્શન હેઠળ. શ્રી ભીમનાથ મંદિરના ૪૦ જેટલા યુવા ભાઇ-બહેનોની જરિયાતમંદો માટે ચાલતી માનવસેવાની યજ્ઞની પ્રવૃત્તિને બિરદાવીને લોકમેળામાં આ અન્ન સેવાયજ્ઞના આયોજનને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આ તકે આ સેવાયજ્ઞમાં નિ:શુલ્ક રાત દિવસ સેવા આપતા જીવાભાઇ ઓેડેદરા, બાબુભાઇ વઢિયા, પ્રદીપભાઇ બામણીયા, મહેન્દ્રભાઇ પોપટ, રમેશભાઇ દવે, ધનજીભાઇ સોલંકીનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.
અત્રેદ ઉલ્લેખનીય છે કે, સેવાના ભેખધારી અને મુઠી ઉંચેરા માનવી તુલસીભાઇ મકવાણાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૧૬ વર્ષથી દેશ-વિદેશના દાતા અને સેવાકર્મી યુવાનોના તન, મન, ધનના સહયોગ થકી પોરબંદરના રેલ્વેસ્ટેશન ખાતે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભીમનાથ મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. બપોરે અને સાંજે જરિયાતમંદ લોકો જમે છે. રેલ્વે મારફતે આવતા સાધુ-સંતો માટે અન્નક્ષેત્રની ઉપરના મજલે આવાસની અને ભક્તિ કુટીરની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે. તે ઉપરાંત સમિતિના સેવાભાવી યુવાનો દરરોજ પોરબંદરની ઝુપડપટ્ટીમાં છકડો રીક્ષા લઇને સાંજે સ્લમ વિસ્તાર રિવરફ્રન્ટ ખાડી કાંઠો અને શહેરની ફૂટપાથ પર બેસતા લોકોને પણ સાંજે ગરમાગરમ શાક, રોટલી, કઢી, ખીચડી, સંભારો, છાસ, મિસ્ટાન્ન સહિત ભોજન પીરસીને ગરીબ પરિવારોની જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યા છે. પોરબંદરની સરકારી બન્ને હોસ્પિટલોમાં દર્દીઓને ચા, કોફી, મગનું પાણી, સંતરા સહિતના ફળો પહોંચાડી રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સેવા કરી રહ્યા છે. પોરબંદરના મુક્તિધામ સ્મશાનમાં પણ ચા પાણીની વ્યવસ્થા જાળવી રાખી છે. દર વર્ષે પોરબંદરના ચોપાટી મેદાન ખાતે સાતમ આઠમના લોકમેળામાં શ્રી ભીમનાથ મહાદેવ મંદિર અન્નક્ષેત્ર હજારો જરતમંદ લોકોની જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ કરી રહ્યો છે. ભીમનાથ રેલ્વે સેવા સમિતિ વિશેષ જાણકારી માટે સેવાકર્મી તુલસીભાઇ મકવાણાનો મો. ૯૮૭૯૭ ૦૮૧૩૯, અને ૯૯૭૯૭ ૫૭૭૫૦ ઉપર સંપર્ક સાધવાની આયોજકો દ્વારા યાદીમા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech