રાજકોટમાં જામનગર રોડ પરના વિસ્તારમાં રહેતા દંપતી સંતાનો સાથે પાટડીના પીપળીધામ આશ્રમે રોકાયા હતાં.દરમિયાન અહીંના સેવકે દંપતીની ધો.૧૦ માં અભ્યાસ કરતી પુત્રી સાથે પરિચય કેળવી સોશિયલ મીડિયા મારફત સંપર્ક ચાલુ રાખ્યો હતો.બાદમાં ગઇકાલે બપોરના સગીરા ઘરે એકલી હતી ત્યારે તેના ફલેટમાં ઘૂસી જઇ તરૂણી સાથે ગલીચ કક્ષાની હરકત કરી હતી.તે વખતે જ તરૂણીની માતા બહારથી ઘરે આવી જતાં આ શખસ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. તેને અર્ધન હાલતમાં રહેવાસીઓએ બેસાડી રાખી પોલીસને જાણ કરી હતી.પોલીસે આ મામલે સગીરાના માતાની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
૩૮ વર્ષીય પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ સુરેન્દ્રનગર પાટડીના પીપળીધામ ગામે રહેતાં મુળ ગાંધીનગર માણસાના વાઘેલાવાસના મહાવીરસિંહ ઉર્ફ હકો ભુપેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૨૨) નું નામ આપ્યું છે.પોલીસે આરોપી વિધ્ધ બીએનએસની કલમ ૭૫ (૨) તથા પોકસો હેઠળ જાતીય સતામણીનો ગુનો નોંધ્યો છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે અહીં પરિવાર સાથે રહે છે પતિ નાસ્તાની લારી રાખી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. દિકરી જે ૧૪ વર્ષની છે તે ધોરણ–૧૦માં અભ્યાસ કરે છે. આજથી પાંચેક મહિના પહેલા તે બાળકોને લઇ સુરેન્દ્રનગરના પાટડી પીપળીધામ દર્શન કરવા ગયા હતાં ત્યારે ત્રણેય ત્યાં પંદરેક દિવસ રોકાયા હતાં. આ સમયે દિકરી ઇન્સ્ટાગ્રામમાં આશ્રમ ખાતે કામ કરતાં મહાવીરસિંહ ઉર્ફ હકો વાઘેલા સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં બંને મેસેજ કરી વાત કરતા હતાં. આ વાતની જાણ થતાં ફરિયાદીએ મોબાઇલમાંથી ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન ડીલીટ કરી નાખી હતી. તેમજ દિકરીને ફોન આપવાનું બધં કરી દીધુ હતું. પણ દિકરી ભણતી હોઇ તેને હોમવર્ક મોબાઇલ ફોનમાં આવતું હોઇ ચેક ફરી ફોન આપ્યો હતો.
દરમિયાન સોમવારે ૨૧મીએ બપોરે પોણા બારેક વાગ્યે પરિણીતા રસોઇ બનાવીને પતિના નાસ્તાના સ્ટોલ પર ગયા હતા. એ વખતે દિકરી ઘરે એકલી હતી. સાડા ત્રણેક વાગ્યે ઘરે પરત આવતા દરવાજો ખુલ્લો હોઇ ઘરમાં જતાં દિકરી બેડમમાંથી ઉભી થઇ સામે આવી હતી. અંદર મમાં બીજુ પણ કોઇ હોવાની શંકા જતાં દિકરીને પુછતાં તેણે કોઇ નથી એવું કહ્યું હતું. પણ અંદર જઇને જોતાં મમાં મહાવીરસિંહ ઉર્ફ હકો વાઘેલા બેડમના બાથમમાં છુપાયેલો હતો.તેને બહાર કાઢતાં તે અર્ધન હાલતમાં હતો. અહિ શું કરે છે? પુછતાં તેણે કોઇ જવાબ આપ્યો નહોતો.
બાદમાં પરિણીતાએ પતિને ફોન કરી બોલાવ્યા હતાં. તેણે મહાવીરસિંહને ઠપકો આપ્યો હતો. અને તે ફરી તેના ધંધાના સ્થળે જતા રહ્યા હતા.બાદમાં રેકંડીનો સામાન પેક કરી પરત ઘરે આવ્યા ત્યારે માણસો ભેગા થઇ ગયા હતાં. મહાવીરસિંહ ઉર્ફ હકાનો થેલો ચેક કરતાં તેમાંથી કોન્ડોમનું સીલપેક પેકેટ અને છરી મળી આવ્યા હતાં. બાદમાં સિકયુરીટી અને આજુબાજુવાળા આ શખસને ગેઇટ પાસે મુકી આવ્યા હતાં.
આ પછી દિકરીને પુછતાં તેણીએ કહ્યું હતું કે, મહાવીરસિંહ ઉર્ફ હકાને નવમા ધોરણમાં વેકેશનથી સોશિયલ મિડીયા સ્નેપચેટ થકી ઓળખુ છું અને અમે ત્યારથી વાતો કરીએ છીએ. આજે ૨૧મીએ તેણે પોતે રાજકોટ આવ્યાનું અને મળવાની વાત કરતાં તે બપોરે આપણા ઘરે આવ્યો હતો. હત્પં સોફા પર બેઠી હતી ત્યારે તેણે મારી બાજુમાં આવી મને કિસ કરી બાથ ભીડી લીધી હતી અને અડપલા કરી લીધા હતાં. મને બીક લાગતાં કપડા પહેરી લીધા હતાં અને બેડમમાં જતી રહી હતી.જેથી આ અંગે પરિણીતાએ મહાવિરસિંહ ઉર્ફે હક્કા સામે આ ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech