બરડા ડુંગરથી દરિયા સુધી દેશી દા‚નો વહી રહ્યો છે દરિયો

  • April 26, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના બરડાડુંગરથી માંડીને દરિયા સુધી દેશી દા‚નો દરિયો વહી રહ્યો છે ત્યારે પોલીસે ડુંગર ઉપર ભઠ્ઠીનો નાશ કર્યો હતો તો જિલ્લાભરમાંથી અઢી લાખથી વધુનો મુદ્ામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બરડા ડુંગરમાં ભઠ્ઠીનો નાશ
બરડા ડુંગરના  વીજફાડીયાનેશમાં રહેતા ચના હાદા કટારાએ મોટાપાયે દા‚નું ઉત્પાદન ડુંગર વિસ્તારમાં શ‚ કર્યુ હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. રાણાવાવ પોલીસની ટીમે તપાસ હાથ કરી ત્યારે દા‚નો બુટલેગર ચના હાદા હાજર મળી આવ્યો ન હતો પરંતુ ૨૦ હજાર ‚પિયાનો ૮૦૦ લીટર આથો, બેરલ નળી સહિત દા‚ની ભઠ્ઠીના સાધનો મળી ૨૫,૩૭૫નો મુદામાલ કબ્જે કર્યો હતો.
કાટવાણા નજીક બાર બાચકા દા‚ સહિત મુદ્ામાલ કબ્જે
બગવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.આશિષ બારા તથા તેમની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે કાટવાણા નજીક સરમણીવાવથી એક કિ.મી. દૂર હનુમાન મંદિર પાછળ બાવળની કાટમાં કાદીનેશના બાલુ ભુરા કટારા અને ‚પામોરા નેશના બાંગર ઢુલા કટારા મોટીમાત્રામાં દા‚ છુપાવી રહ્યા છે તેથી પોલીસે ત્યાં દરોડો પાડયો હતો જેમાં બાલુ અને બાંગર હાજર મળી આવ્યા ન હતા પણ ૧૨ બાચકામાં ૬૦૦ લીટર દા‚ મળ્યો હતો. ૧ લાખ ૨૦ હજારનો આ દા‚ જપ્ત કરવામાં આવ્યો હતો.
આદિત્યાણા-પોરબંદર રોડ ઉપર દા‚ની હેરાફેરી
બોખીરા સતિઆઇના મંદિરથી જ્યુબેલીપુલ તરફ જતા રસ્તે રહેતા દિલીપ ઉર્ફે ભુવો વીનુ ઓડેદરા ૫૦ હજારના સ્કૂટરમાં ૧૫ હજાર ‚ા.નો ૭૫ લીટર દા‚ લઇ પોરબંદર-આદિત્યાણા રોડ પર નીકળ્યો ત્યારે શ્રીરામના પાટીયા પાસેથી ૬૫ હજારના મુદ્ામાલ સાથે દિલીપની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરતા આ દા‚ તેણે આદિત્યાણાના  બાયપાસ રોડ પર રહેતા નામચીન બુટલેગર કાના જીવા ગુરગુટીયા પાસેથી લીધાની કબુલાત કરતા તેની સામે પણ ગુન્હો દાખલથયો છે અને દિલીપ ઉર્ફે ભુવો આ દા‚ જાવરની મહિલા બુટલેગર કાંતા મુળજી મોતીવરસને વેચાતો આપવા જતો હતો તેવી કબુલાત કરતા  પોલીસે  કાંતા સામે પણ ગુન્હો દાખલ કરીને શોધખોળ હાથ ધરી છે. 
દા‚ના અન્ય દરોડા
ઉદ્યોગનગર ઘાસગોડાઉન પાછળ રહેતી અને અગાઉ અનેકવખત દા‚ સાથે પકડાઇ ચુકેલી રાજીબેન નિલેષ ઉર્ફે ચકમક ગઢવીના મકાનમાંથી દા‚, આથો, પ્રાયમસ, તપેલી, ડબ્બો સહિત ૧૭૨૦નો મુદામાલ કબ્જે કરીને રાજીને સવારે પોલીસમથકે હાજર થવા જણાવ્યુ હતુ.અડવાણાના દેવીપૂજકવાસમાં રહેતા રાજુ નરસી પરમારના ફળિયામાંથી ૧૨૦૦ ‚ા.નું દા‚નુ બાચકુ કબ્જે થતા પોલીસે રાજુની શોધખોળ હાથ ધરી છે. ખાંભોદર-રામવાવની સીમમાં રહેતા દિનેશ ઇસરારામ ચૌહારને બગવદર-મોઢવાડા રોડ પરથી ૪૦૦ ‚ા.ના દા‚ સાથે પકડી લેવાયો છે. કાટવાણામાં રામદેવપીરના મંદિર પાસે રહેતા બાઘા કાના છેલાણાને બેરણ-ભારવાડા રોડ પરથી ૨૪૦૦  ‚ા.ના દા‚ સાથે પકડી લેવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application