કાશ્મીરમાં ફસાયેલા 64 ગુજરાતી હેમખેમ પરત ફર્યા, પરિવારજનોને જોઈ ભેટી પડ્યા અને આંખોમાંથી આંસુ સરી પડતા જોવા મળ્યા ભાવુક દૃશ્યો

  • April 26, 2025 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગત મંગળવારે આતંકવાદી હુમલો થતા 26 લોકોના મોત થયા હતા. જેમાં ત્રણ ગુજરાતીઓ પણ સામેલ છે. હુમલા બાદ ગુજરાતીઓ કાશ્મીરમાં ફસાયેલા હતા. આજે કાશ્મીરમાં ફસાયેલા 64 ગુજરાતી પરત ફર્યા છે. આ લોકોએ પોતાના પરિવારને જોતા જ ભેટી પડ્યા હતા અને આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. ભાવુક દૃશ્યો જોવા મળતા હાજર લોકો પણ ભાવુક થઈ ગયી હતા.


વડોદરાના 23 લોકો ફસાયા હતા

કાશ્મીરમાં મોરારિબાપુની કથા સાંભળવા ગયેલા વડોદરાના 20 પરિવારના 23 લોકો ફસાઈ ગયા હતા, જેઓ આજે પરત વતન ફર્યા છે. તમામ લોકો ગઈકાલે કટરાથી તંત્રએ સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં બેસાડ્યા હતાં. આજે વડોદરા પહોંચી પરિવારજનોને મળતાં અનેકની આંખોમાં આંસું આવી ગયાં હતાં. બાળકો આ ઘટનાથી ડરી ગયાં હોવાથી ઘરે જવાની જીદ કરતાં હતાં. પરિવારજનો પણ તેમને લેવા માટે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યાં હતાં અને ખુશીનાં આંસું સાથે બોલતા નજરે પડ્યા કે ફાઈનલી વતન પહોંચી ગયા.


ગાંધીનગરના 21 પ્રવાસી વતન પહોંચ્યા

બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરના 20 અને ગાંધીનગરના 21 પ્રવાસી માદરે વતન પહોંચતાં ભાવવિભોર દૃશ્યો સર્જાયાં હતાં. પાલનપુરના મીરા દરવાજા વિસ્તારમાં પ્રવાસીઓની બસ પહોંચતાં પરિવારજનો તેમને ભેટી પડ્યાં હતાં અને આંખોમાંથી હરખનાં આંસું છલકાયાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application