કાલાવાડના વડાળા ગામની ત્યકતા સાથે મૈત્રી કરાર કરી મરજી વિધ્ધ શારીરિક સંબંધો બાંધી સગભર્િ બનાવી એક પુત્રીની માતા બનાવી આરોપીએ નહીં સ્વીકારી છેહ દીધાના આરોપસર રાજકોટ શહેરના શખસ સામે ગુનો નોંધાયો છે.
ફરિયાદીની પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલાના પ્રથમ લગ્ન નવ વર્ષ પહેલા રાજકોટમાં ગોંડલ રોડ પર થયા હતા. સંતાનમાં પુત્રની પ્રાપ્તિ થઈ હતી. લગ્નના દોઢેક વર્ષ બાદ બન્ને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ ત્યકતા રાજકોટમાં 150 ફૂટ રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતી હતી. પાંચ વર્ષ પૂર્વે ત્યકતાની સખી તેના બાળકો સાથે પિતાનું ઘર છોડીને રહેવા આવી ગઈ હતી. એક દિવસ ત્યકતા તથા ભાવના બન્ને ત્યકતાની માતા રાજકોટમાં રહેતી હોય ત્યાં ગયા હતા.
એ વખતે ત્યાં સખીનો ભાઈ ભરત મુળજી ચંદ્રપાલ (રહે.હરિદ્વાર-1 કોઠારિયા સોલવન્ટ) તેની બહેનને ઘરે તેડી જવા માટે આવ્યો હતો. ત્યાં ભરત સાથે ત્યકતાની પ્રથમ મુલાકાત થઈ હતી. ત્યાં બન્નેએ એકબીજાના મોબાઈલ નંબર આપ્યા હતા. મોબાઈલમાં બન્ને વચ્ચે સંપર્ક વધ્યા હતા, એ સંપર્કો પ્રેમમાં પરિણમ્યા હતા. ભરત તેના પિતાનું ઘર છોડીને ત્યકતા સાથે રહેવા આવી ગયો હતો. ભરતે ત્યકતા સાથે મૈત્રી કરાર કયર્િ હતા. મરજી વિધ્ધ શારિરીક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ ત્યકતા તેના પુત્ર તથા ભરત ત્રણે કવાર્ટર છોડીને માધાપર ચોકડી પાસે શેઠનગરમાં ભાડાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા હતા.
એકાદ માસ કવાર્ટરમાં રહેલા ત્યાં વારંવાર ના પાડવા છતાં ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધ્યો હતો. શેઠનગરના ભાડાના મકાનમાં રહેવા આવ્યા ત્યાં પણ ના પાડવા છતાં ભરત શરીર સંબંધ બાંધતો હતો. ત્યાંથી મેટોડા રહેવા આવ્યા હતા. ત્યાં પણ મરજી વિધ્ધ ભરતે સંબંધો બાંધવાનું ચાલુ રાખ્યું હતું. જેથી ત્યકતા સગભર્િ બની હતી. આઠેક માસના ગર્ભ સુધી મેટોડા રહ્યા ત્યારબાદ ગ્રીલેન્ડ ચોકડી પાસે રહેવા આવ્યા હતા જયાં ત્યકતાએ પુત્રીને જન્મ આપ્યો હતો.
પુત્રી જન્મના દોેઢેક માસ સુધી ભરતે શારીરિક સંબંધ બાંધ્યા ન હતા. રાજકોટથી ત્યકતા પ્રથમ લગ્નથી અવતરેલા પુત્ર અને મૈત્રી કરાર કરનાર શખસે ગુજારેલા દુષ્કર્મથી જન્મેલી પુત્રીને લઈને કાલાવડના વડાળા રહેવા ચાલ્યા ગયા હતા. ત્યાંથી ભરત ત્રણેયને છોડીને ચાલ્યો ગયો હતો. ત્યકતાએ ભરત સામે પોતાની સાથે મૈત્રી કરાર કરી મરજી વિધ્ધ શરીર સંબંધ બાંધીને સગભર્િ બનાવી પુત્રી જન્મ આપતા નિરાધાર અવસ્થામાં મુકી અન્ય અનિસા નામની યુવતી સાથે સોલવન્ટમાં રહેવા જતો રહ્યો હતો. સખીએ આપેલી હિંમતથી ફરિયાદ નોંધાવી હોવાનો ભોગ બનેલી ત્યકતાએ ઉલ્લ ેખ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMટ્રમ્પના ટેરિફથી અમેરિકન બજારમાં ભૂકંપ, એક જ દિવસમાં કરોડો ડોલરનું નુકસાન
April 06, 2025 11:57 PMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech