ચોટીલા નજીકનાં કાલા સોના તરીકે ઓળખાતા થાન પંથકની જમીનમાં કહેવાતા કાર્બેાસેલ એવા ખનીજ કોલસો અને ચીનાઈ માટીનો વિપુલ જથ્થો છે. જેને છેલ્લ ા ઘણાં વર્ષેાથી ખનીજ માફિયાઓ ગેર કાયદેસર ખોદાણ કરીને આંકી ન શકાય તેટલા માલેતુજાર બની ગયા છે. આવા કિમતી ખનીજ ધરાવતા વિસ્તારમાં અન અધિકૃત બનેલા મોતના ખાડા સમાન કુવાઓ ગાળી અનેક ખાણો ધમધમતી રહી છે. જે સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ઢીલી નીતિ અને રાજકિય આકાઓને કારણે ભૂમાફિયાઓને છુટ્ટો દૌર સાથે મોકળાશ મળતી હોવાની ચર્ચા છે.
ચોટીલાનાં પ્રાત અધિકારી એચ. ટી. મકવાણાએ મંગળવારની સવારે ગેર કાયદેસર ખનીજ ખનન ઉપર રોક લગાવવા સિંઘમ સ્ટાઇલે દરોડો પાડી કરોડો પિયાની ખનીજ ચોરી, ૨૪૫થી વધુ મોતના સામાન એવા કુવા પી ખાડાઓ, ચરખીઓ, કાર્બેાસેલ (કોલસા)નો જથ્થો ડીઝલ મશીન, પંમ્પિંગ મોટરો, પમ્પિંગ મોટર, જનરેટર, બેટરી, ટ્રેકટર, ટ્રોલી સહિત કરોડો પિયાનો મુદ્દામાલ પકડી પાડી
ખનીજ માફિયાઓ અને સંકળાયેલા જિલ્લ ાભરનાં મહેરકર્તાઓમાં દોડધામ સાથે ફફડાટ મચાવી દીધો છે.
દરોડા સમયે મોટાભાગના કામ કરતા મજુરો ભાગી છૂટયા હતા તેમ છતા છ જેટલા મજુરોને રેસ્કયું કરીને બહાર કાઢવામાં આવેલ હતા. મોતનાં ખાડાઓમાં આ વિસ્તારમાં દશ હજાર જેટલા ટીકડાથી ઓળખાતા એમ. પી. રાજસ્થાન, અને બોડર ઉપરનાં ગરીબ આદિવાસીઓ મજુર તરીકે જંગલ જેવા ખાણોનાં વિસ્તારમાં તંબુઓ બાંધી વસવાટ કરતા હોય છે, જેઓને વિસ્તાર છોડી જવા તાકીદ કરાઇ છે
૧૦૦ લોકોની આઠ જેટલી ટીમ, ૧૭ કલાક કામગીરી ચાલી
આ દરોડાની કાર્યવાહીમાં ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાનાં મામલતદાર, નાયબ મામલતદારો, રેવન્યુ તલાટી સહિતનાને દરોડાની કામગીરીમાં બોલાવી લીધા હતા તેમજ કુવા સમાન ખાણોનાં ખાડા અને મુદ્દામાલની ગણતરી માટે થાન ચોટીલા પંચાયત વિભાગનાં તલાટીઓ સહિત ૧૦૦ જેટલા લોકોની આઠ જેટલી ટીમો બનાવી ૧૭ કલાક સુધી સતત કામ કામગીરી કરી હતી. તંત્રનાં દરોડા દરમિયાન નાસભાગ મચેલ હતી અનેક લોકો ટ્રેકટર લઇને નાસી છૂટા હતા પરંતું પુરી રેકી અને તૈયારી સાથે પાડેલ દરોડામાં ૨૪૭ ગેરકાયદે કૂવા, ૧૫૦થી વધુ ચરખાઓ, ૯૮ પમ્પિંગ મોટર, ૮૦ બકેટ, ૪૦ ડિઝલ મશીન, ૧ ટ્રોલી, ૭ ટ્રેકટર, ૫ બેટરી, ૫ બોકસ ખાણોમાં ભડાકા કરવાનાં ડીટોનેટર, ૨ જનરેટર, તેમજ ૩૨૨૬ ટન જેટલો કાર્બેાસેલ સહિતનો આશરે સાત કરોડ જેટલી રકમનો મુદ્દામાલ પકડી પાડી ઝાલાવાડની ખનીજ દરોડાની દુનિયામાં ઇતિહાસ સર્યેા છે.
ઢોકળવામાં રેડ કરવાનું કહી કાફલો લઇ થાનગઢ પહોંચ્યા
પ્રાંત અધિકારીની રેકી કરવાની સાથે અધિકારીઓ સાથેની મીલીભગત હોવાથી ખનીજ માફીયાઓને રેડ અંગે કોઇ ગધં ન આવે તે માટે પ્રાંત અધિકારી મકવાણાએ યુકિતપૂર્વક સોમવારે રાત્રે તેઓના સ્ટાફને વહેલી સવારે ચોટીલાનાં ઢોકળવા વિસ્તારમાં ચાલતી પથ્થરનાં બેલાની ખાણોની પ્રવૃતિ ઉપર દરોડા પાડવા જવાનું જણાવી બોલાવેલ હતા અને મંગળવારની પરોઢે તમામને લઇને થાનગઢનાં જામવાળી અને પાવટી નજીકનાં ભડુલા વિસ્તારમાં ત્રાટકયાં હતા. ઝાલાવાડની ધમધમતી ગેરકાયદેસર ખનીજ ખનન ઉપર ઐતિહાસિક કહી શકાય તેવો ધમધમતી પ્રવૃતિ ઝડપી પાડી છે.
કાર્યવાહી સરાહનીય: મોટા માથાના નામ ખુલશે ?
તંત્રનાં હાથે ઝડપાયેલા ગેરકાયદેસર ખાણોનાં ખાડા સમાન કુવાઓ સહિતનાં કરોડો પિયાની સરકારની તિજોરીને નુકશાન પહોચાડી પ્રવૃતિ અને પકડાયેલા મુદ્દામાલ અને ખનીજ ચોરી અંગે કોની સામે કાર્યવાહી કરાશે તે તરફ સૌની મીટ છે. વર્ષેા થી પંથકમાં મની અને મસલ્સ પાવરના જોરે ધમધમતી મધલાળ જેવા મલાઇદાર કાળા કોલસાના કારોબાર પાછળ કોના કોના કાળા હાથ છે? તે બહાર આવશે કે કેમ? તે સવાલનો જવાબ તંત્રની દરોડા બાદની કાર્યવાહી જ આપી શકે તેમ છે. ખનીજ ખનનની ગેર કાયદેસર પ્રવૃતિ કરનારા અંગે ઉંડી તપાસ હાથ ધરી તેઓના નામ બહાર લાવવામાં આવશે તેમજ સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિગ, પાસા, તડીપાર, મિલ્કત જી, વિજ કનેકશન કાપવા સહિતની સખ્ત કાર્યવાહી કરવાની શકયતાઓ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMખાંભા ગીરના ગામડાઓમાં શિકારની શોધમાં રાત્રિના સિંહના આટા ફેરા...
April 03, 2025 12:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech