ભગવાન કાર્તિકેયસ્વામીની શોભાયાત્રા નીકળી : શ્રઘ્ધાળુઓએ લાંબા સળીયા મોઢાની આરપાર 

  • April 11, 2025 12:06 PM 


જામનગરમાં દક્ષિણ ભારતના લોકો દ્વારા ભગવાન કાર્તિકેયસ્વામીની દર વર્ષે પરંપરાગત રીતે શોભાયાત્રા (વરઘોડો) નીકળે છે, જેના ભાગ‚પે જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ભગવાન કાર્તિકેયસ્વામીના મંદિરેથી નીકળી હતી, શોભાયાત્રા ગત રાત્રે નીકળી હતી અને ચાંદીબજાર વિરામ લીધો હતો, આજે સવારે ચાંદીબજારથી પ્રસ્થાન થઇને શહેરના રાજમાર્ગો પર ફરી જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ભગવાન કાર્તિકેયસ્વામીના મંદિરે સમાપન થયું હતું, આ શોભાયાત્રામાં અવનવા કરબત સાથે યુવાનો તેમજ દક્ષિણ ભારતમાં વસવાટ કરતા લોકો પરિવારજનો સાથે જોડાયા હતા, જેમાં એક યુવાને ૧ર ફૂટનો સળીયો તથા મહિલાએ ૪ ફૂટનો સળીયો મુખની આરપાર કરીને હેરંતઅંગેજ કરતબો કર્યા હતા, ભગવાન કાર્તિકેયસ્વામી પ્રત્યે આસ્થા દર્શાવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application