અનીલ અંબાની ની દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલના સંપાદનની પ્રક્રિયા હવે પૂર્ણ થવાની છે. આ મહિનાના અતં સુધીમાં કંપની સંપૂર્ણપણે વેચાઈ જશે. નેશનલ કંપની લો ટિ્રબ્યુનલએ ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ ને ૨૫ ફેબ્રુઆરી સુધીમાં રિલાયન્સ કેપિટલનું સંપાદન પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. આ બાબતને લગતા તમામ વિવાદો, ખાસ કરીને બાર્કલેઝ અને ૩૬૦ વન જેવી ધિરાણ આપતી કંપનીઓની ચિંતાઓનો પણ ઉકેલ લાવવામાં આવ્યો છે. સંપાદન પૂર્ણ કરવા માટે ફકત ડી–લિસ્ટિંગ મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
મુંબઈ સ્થિત નેશનલ કંપની લો ટિ્રબ્યુનલ બેન્ચે રિલાયન્સ કેપિટલના સંપાદન અંગે ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્રારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી. ન્યાયિક સભ્ય વી.જી. બિષ્ટ્ર અને ટેકનિકલ સભ્ય પ્રભાત કુમારની આગેવાની હેઠળની બેન્ચે ૨૫ ફેબ્રુઆરી સુધીમાં કરાર પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી ૨૭ ફેબ્રુઆરીએ થશે. આ કરારમાં સૌથી મોટી સમસ્યા ફડં લો મિકેનિઝમ અંગે હતી. આ પદ્ધતિને કમિટી ઓફ ક્રેડિટર્સના ૮૯% લોકોએ મંજૂરી આપી હતી, પરંતુ બાર્કલેઝ અને ૩૬૦ વન જેવા ધિરાણકર્તાઓએ તેનો વિરોધ કર્યેા હતો. તેને ચિંતા હતી કે જો કોઈ કારણોસર સોદો રદ થશે તો તેણે ચૂકવેલા પૈસા પાછા કેવી રીતે મળશે.
મામલો ઉકેલાઈ ગયાનો દાવો
ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ ના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે મામલો ઉકેલાઈ ગયો છે. ચુકવણી પ્રક્રિયા ૨૫ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી શકાય છે, ફકત ડિલિસ્ટિંગ માટેની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જો ૨૫ ફેબ્રુઆરી સુધીમાં સંપાદન પૂર્ણ નહીં થાય, તો આ કેસની આગામી સુનાવણી ૨૭ ફેબ્રુઆરીએ થશે. અગાઉ, એ ફેબ્રુઆરી ૨૦૨૪ માં ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ ના ૯,૮૬૧ કરોડ પિયાના સંપાદન પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અગાઉ, ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ એ કમિટી ઓફ ક્રેડિટર્સ ને જાણ કરી હતી કે તે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં સોદો પૂર્ણ કરવા માંગે છે
.
'અનવાઇન્ડિંગ કલોઝ' પર વિવાદ
બાર્કલેઝ અને ૩૬૦ વન એ આ સોદા માટે ૪,૩૦૦ કરોડ પિયાના બીજા હાના પમાં નાણાકીય સહાય પૂરી પાડી. તેમણે 'અનવાઇન્ડિંગ કલોઝ' ની માંગણી કરી હતી જેથી જો કોઈ સમસ્યા ઊભી થાય, તો સમગ્ર સોદો રદ કરી શકાય. જોકે, એડમિનિસ્ટ્રેટરના વકીલે દલીલ કરી હતી કે નેશનલ કંપની લો ટિ્રબ્યુનલના અગાઉના નિર્ણયો મુજબ, એકવાર રિઝોલ્યુશન પ્લાન મંજૂર થઈ જાય, પછી તેને પાછો ખેંચી શકાતો નથી. હવે બાર્કલેઝ અને ૩૬૦ વન આ શરત દૂર કરવા સંમત થયા છે, જેનાથી સોદાનો માર્ગ મોકળો થયો છે.
ભંડોળ અને ચુકવણીની સ્થિતિ
ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સોદો પૂર્ણ કરવા માટે આઠ મુખ્ય મુદ્દાઓ સૂચવ્યા. ઓગસ્ટ ૨૦૨૪ માં, ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડએ પહેલાથી જ છ૨,૭૫૦ કરોડ જમા કરાવ્યા હતા અને વધારાના છ૩,૦૦૦ કરોડ એસ્ક્રો એકાઉન્ટમાં મૂકયા હતા. આ કુલ રકમના ૫૮.૯૩% છે. બાકીના છ૪,૩૦૦ કરોડ પણ તૈયાર છે, પરંતુ ભંડોળ પ્રવાહ પદ્ધતિનો અમલ કરવાની જર છે. હવે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMયુવકે પલંગને કારમાં ફેરવ્યો, ગાદલું અને ઓશીકું પણ મૂક્યું, જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા!
April 04, 2025 04:37 PMડ્રોનનો ઉપયોગ કરી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા ગુજરાત પોલીસે શરૂ કર્યો ખાસ પ્રોજેક્ટ, જાણો તેની વિશેષતા
April 04, 2025 04:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech