નવી દિલ્હીમાં એનડીએ ગઠબંધનના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે અને રાજયના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કેબિનેટ મંત્રી બન્યા છે ત્યારે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી ગમે તે સમયે થાય તેવી સંભાવના છે.રાજયમાં પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવાથી નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી આવે તેવું માનવામાં આવે છે. પાર્ટી હાઇકમાન્ડે પ્રદેશ પ્રમુખ માટેના નામોની ચર્ચા શ કરી છે જે પૈકી રાયસભાના સભ્ય મયકં નાયકની શકયતા વધી જાય છે.
નવા પ્રદેશ પ્રમુખ ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર આવી રહયા છે, જેમાં પ્રદેશના પદાધિકારીઓ તેમજ જિલ્લા સંગઠનનો પણ સમાવેશ થાય છે. લોકસભાની ચૂંટણી સમયે રાજયમાં કેટલાક જિલ્લાઓમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો હતો જેના કારણે હાઇકમાન્ડ પણ ગુજરાત એકમથી નારાજ ચાલી રહ્યું છે આ ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક ગુમાવ્યા પછી સંગઠનમાં ફેરફારો વધુ સંભવ બન્યાં છે. વડોદરા, મોરબી અને રાજકોટમાં બનેલી દુર્ઘટનાઓના પગલે સરકાર અને સંગઠનની છાપ ખરડાઇ છે, જેના પગલે ભાજપ હાઈકમાન્ડ હવે આકરા પગલા ભરે તો નવાઈ પામવા જેવું નથી.
આમ પણ ભાજપના પ્રમુખ સીઆર પાટીલની પૂરી થઈ ગઈ છે અને તેમને કેબિનેટનો દરો મળી ચૂકયો છે. રાજય એકમના સંગઠનમાં ત્રણેક હોદ્દેદારોના રાજીનામા પછી ફેરફાર ઇચ્છનિય હતો પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે નવી નિયુકિતઓ થઇ શકી નથી. હવે પ્રદેશના માળખા ઉપરાંત જિલ્લાકક્ષાએ મોટા ફેરફારો થવાની સંભાવના છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech