પટના
બિહારમાં પુલ ધ્વસ્ત થવાની તો અનેક ઘટનાઓ સામે આવી હતી પણ હવે એક વિચિત્ર માહિતી સામે આવી છે. બિહારમાં એવી જગ્યાએ પણ પુલ બાંધવામાં આવી રહ્યા છે કે યાં રોડ કે નદી કઇ જ નથી, માત્ર ખેતરમાં પુલ બાંધવામાં આવ્યો છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બિહારના રાણીગજં પ્રખંડના પરમાનંદપુર ગામમાં એક ખેતરમાં પુલ બનાવી દેવાયો હતો, આ પુલ મૂળ તો એક સુકાઇ ગયેલી નદી પર અને આશરે ત્રણ કિમીના રોડ માટે બનાવવાનો હતો પણ બિહાર સરકારના હોશિયાર અધિકારીઓએ ખેતરમાં જ તેનું નિર્માણ કામ કરી નાખ્યું. આ પુલ હાલ ધૂળ ખાઇ રહ્યો છે અને તેનો હવે કોઇ જ ઉપયોગ નથી થઇ રહ્યો.
સામાન્ય રીતે નદી નાળા પર કે રોડને જોડવા માટે પુલ બંધાતા હોય છે પણ ખેતરમાં જ પુલ બાંધવાની આ ઘટનાએ ભારે કુતુહલ જગાવ્યું છે. અધિકારીઓની આ વિચિત્ર કારીગરીને કારણે ગ્રામજનો પણ ભારે રોષે ભરાયા છે.
ગ્રામજનોનું કહેવુ છે કે આ પુલના નિર્માણમાં ભ્રષ્ટ્રાચાર થયો છે. નદીને બાજુમાં મુકીને એક ખાનગી જમીન પર પુલ બાંધી દેવાયો છે. એટલે કે પુલ કોઇ સરકારી જમીન પર નહીં પણ ગામના જ એક ખેડૂતની જમીન પર બાંધી દેવાયો હતો.
સમગ્ર ઘટનાના અહેવાલો મીડિયા દ્રારા બહાર આવતા અરરિયાના ડીએમ દ્રારા પગલા લેવાયા હતા અને તપાસના આદેશ અપાયા છે. ડીએમ ઇનાયત ખાને ગ્રામીણ કાર્ય વિભાગના અધિકારીઓને તપાસ કરીને રિપોર્ટ સોંપવા કહ્યું હતું.
ગામના લોકોનું કહેવુ છે કે કેટલાક વચેટિયાઓનું આ કામ છે, ખુલ્લા ખેતરમાં નદી–રસ્તા વગર જ પુલ તો બનાવી નાખ્યો બાદમાં તેને હટાવવા માટે પણ કોઇ ન આવ્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech