2024ના પ્રથમ છ મહિનામાં ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ તે હજુ પણ 2019ના સ્તર કરતા ઓછો છે. 2023ની સરખામણીમાં 9.1 ટકાનો વધારો થયો હોવા છતાં, 2019 ની સરખામણીમાં લગભગ 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં ભારતમાં આવનારા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 47,78,374 પર પહોંચી ગઈ છે. આ સંખ્યા 2023ની સરખામણીએ 9.1 ટકા વધુ છે, જે દશર્વિે છે કે કોવિડ રોગચાળા પછી પ્રવાસન ઉદ્યોગ ધીમે ધીમે પાટા પર આવી રહ્યો છે. જોકે, જાન્યુઆરી-જૂન 2019ની સરખામણીમાં આ સંખ્યા હજુ પણ લગભગ 10ટકા ઓછી છે. 2019 માં, 52,96,025 વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી, જે કોવિડ પહેલાનો સુવર્ણ સમય હતો. મતલબ કે વિદેશી પ્રવાસીઓની સંખ્યા હજુ તે સ્તરે પહોંચી નથી.
આ વર્ષે ભારતીય એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 9.9 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી હતી, જે મુસાફરોની હવાઈ મુસાફરીમાં વધતી જતી રુચિ અને વિશ્વાસનું સૂચક છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સંખ્યામાં પણ વધારો થયો છે. 2024 માં, ભારતમાંથી આંતરરાષ્ટ્રીય રૂટ પર 674 નવી સાપ્તાહિક ફ્લાઇટ્સ શરૂ થઈ અને 1,40,435 વધારાની સીટો ઉમેરવામાં આવી. વર્ષ 2024માં પણ ભારતીય પ્રવાસીઓની વિદેશ યાત્રામાં 12.28 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જાન્યુઆરી અને જૂન 2024ની વચ્ચે, 1,50,22,731 ભારતીયોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ લીધી, જ્યારે 2019 માં આ સંખ્યા 1,33,80,079 હતી. યુએઈ, સાઉદી અરેબિયા, અમેરિકા, થાઈલેન્ડ અને સિંગાપોર જેવા દેશો ભારતીય પ્રવાસીઓ માટે સૌથી વધુ લોકપ્રિય હતા. તેનું એક મુખ્ય કારણ એ હોઈ શકે છે કે કોવિડ પછી ભારતીયોમાં પ્રવાસ કરવાનો ઉત્સાહ અને રિવેન્જ ટુરિઝમનો ટ્રેન્ડ વધ્યો છે. 2019ની સરખામણીએ 2024માં વિદેશી હૂંડિયામણની આવકમાં પણ 5.54 ટકાનો વધારો નોંધાયો છે. આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં વિદેશી હૂંડિયામણની કમાણી સ 15.339 બિલિયન યુએડોલર રહી હતી, જ્યારે 2019માં તે 14.524 બિલિયન યુએસ ડોલર હતી. જોકે, આ વધારાનું મુખ્ય કારણ રૂપિયાની નબળાઈ પણ છે, જેના કારણે રૂપિયાના સંદર્ભમાં આવકમાં 25.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ હોવા છતાં, પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો એ સ્પષ્ટ કરે છે કે વધુ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ભારતે કેટલાક પગલાં લેવાની જરૂર છે.
ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકારને મોટા અને અસરકારક અભિયાનની જરૂર છે. અતુલ્ય ભારત અથવા અતિથિ દેવો ભવ જેવા અગાઉના અભિયાનોની તર્જ પર એક નવા અભિયાનની જરૂર છે. ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થાપ્ન અને પ્રવાસીઓની સલામતી જેવી માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવાની જરૂર છે. જો ભારતે વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારવી હોય અને પ્રવાસનથી મેળવેલ વિદેશી હૂંડિયામણ વધારવું હોય તો આ પડકારોને ઉકેલવા જરૂરી છે. તેમજ ટુરીઝમ હેલ્પલાઈન અને ટુરીસ્ટ પોલીસ જેવી સેવાઓ પણ શરૂ કરવી જોઈએ જેથી પ્રવાસીઓને વધુ સારો અનુભવ મળી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech