કમલાબાગની લસરપટ્ટી કોઇનો ભોગ લે તે પહેલા મહાનગરપાલિકાનું તંત્ર જાગે

  • May 23, 2025 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના કમલાબાગમાં વર્ષો પહેલા સામાજિક સંસ્થાએ બાળમનોરંજનના સાધન તરીકે રોકેટ આકારની લસરપટ્ટી બનાવી આપી હતી.પરંતુ કાળક્રમે તે અત્યંત જર્જરિત બની ગઇ છે અને હવે તો એ લસરપટ્ટીના પાછળના ભાગે પોપડા ખરી ગયા છે લોખંડના સળીયા બહાર ડોકાઇ રહ્યા છે તથા મોટી તીરાડો પડી ગઇ છે. આ જર્જરિત લસરપટટ્ટી કોઇ ઉપર પડે અને જાનહાની થાય તે પહેલા મહાનગરપાલિકાનું તંત્ર તેને તોડી પાડે તે જ‚રી બન્યુ છે અને ચોમાસુ નજીક છે અને તેમાં તે વધુ જર્જરિત બની જાય તેવુ જણાઇ રહ્યુ છે. તેથી લક્ષ્મણભાઇ દાસા દ્વારા આ મુદ્ે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application