પોરબંદર જિલ્લા ભાજપપક્ષના ચૂંટણી અધિકારી દ્વારા વોર્ડ નં.૧૦ના કાર્યકર્તાઓની એક બેઠકનુ આયોજન કરવામાં આવેલ હતું.
પ્રારંભમાં વોર્ડ નં. ૧૦ના કાઉન્સીલર ગીતાબેન કાંતિભાઇ કાણકિયાએ સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છ સાથે ઉષ્માવસ્ત્ર અર્પણ કરી મીઠો આવકાર આપ્યો હતો. ત્યારબાદ વોર્ડ નં-૧૦ના ભાજપ અગ્રણી કાંતિભાઇ કાણકિયાએ વોર્ડ નંબર-૧૦ના મતદારો, બુથ સમિતિ ગઠનના કાર્યકર્તાઓનો વિગતે પરિચય આપ્યો હતો.
પોરબંદરના બિરલા-છાયા રોડ સ્થિત શ્રી હીંગળાજ મંદિર ચોક ખાતે આવેલી શ્રી વાંજા દરજી જ્ઞાતિની વંડી ખાતે તાજેતરમાં વોર્ડ કક્ષાની સંગઠન પર્વ અને બુથ સમિતિ ગઠનની બેઠકનુ આયોજન પોરબંદર ખાતે થયું હતું. પોરબંદર જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારી ભરતભાઇ મેરની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યકર્તાઓની બેઠકમાં પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઇ ઓડેદરા, પોરબંદર શહેર જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા, કેતનભાઇ દાણી, જિલ્લા બુથ સમિતિ ગઠનના ઇન્ચાર્જ વિજયભાઇ થાનકી, ગીગનભાઇ બોખીરીયા, મોહનભાઇ વાઢેર સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ભાવનગર જિલ્લા ભાજપના મહામંત્રી અને પોરબંદર જિલ્લા ભાજપના ચૂંટણી અધિકારી ભરતભાઇ મેર એવોર્ડના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યુ હતુ કે નીચેના કાર્યકર્તાઓને કારણે બધા નેતા દેશની સેવા કરી રહ્યા છે તેઓએ સ્વામી વિવેકાનંદના ઉદાહરણો આપી સંગઠનની ભાવના બળવતર બનાવવા આહવાન કરીને કાર્યકર્તાઓને સંગઠન પર્વને બુથ સમિતિ ગઠન અંગેનું માર્ગદર્શન આપ્યુ હતું.
આ તકે ચૂંટણી અધિકારી ભરતભાઇ મેર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા(પટેલ), પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયાના હસ્તે વોર્ડ નંબર ૧૦ના બુથ સમિતિ ગઠનના સેવાકર્મીઓ વિપુલભાઇ પરમાર, ભરતસિંહ જાડેજા, કાંતિભાઇ કાણકીયા, દુષ્યંતભાઇ નિમાવતને ભાજપનો ખેસ સાથે પુષ્પગુચ્છ એનાયત કરી અભિવાદન કરાયુ હતુ.
પોરબંદરના વોર્ડ નંબર ૧૦ની યોજાયેલી બેઠકમાં કાઉન્સીલર ગીતાબેન કાંતિભાઇ કાણકીયા, કાંતિભાઇ કાણકિયા, ભરતસિંહ જાડેજા, સંતોકબેન ચૌહાણ, જયશ્રીબેન બાબરીયા, જિલ્લા યુવા મોરચાના પૂર્વ મહામંત્રી દિપકભાઇ જુંગી, શક્તિકેન્દ્રના સંયોજક પાર્થભાઇ રાઠોડ, સુરેશભાઇ સિકોતરીયા તથા કાર્યકરો વિરલભાઇ કાણકીયા, ભરતભાઇ ચૌહાણ, દિનેશભાઇ ડોડીયા, મનુભાઇ રંગવાણી, વોર્ડ ના ભાઇઓ અને બેહનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકના અંતે જિલ્લા ભાજપપક્ષના ચૂંટણી અધિકારી ભરતભાઇ મેર એવોર્ડના પાયાના કાર્યકરો સાથે વ્યક્તિગત સમાલાપ કરી અભિનંદન આપી વોર્ડની કામગીરીને બિરદાવી અત્યંત ખુશીની લાગણી વ્યકત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech