ઉનાના સામતેર ગામમાં સિંહો આવી ચડયો હતો. અને એક પછી ત્રણ ગાય અને એક આખલાને મોતને ઘાટ ઉતારી દેતાં ગામ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયું હતું. જોકે સિંહ એ પશુ પર કરેલ હત્પમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
સામતેર ગામે અનેકવાર વન્ય પ્રાણી સિંહો આવી જતા હોય છે. અને ગામમાં આવી ઘણી વખત પશુ પર હત્પમલો કરી મારણની મિજબાની માણી જતા રહે છે. તેવી જ રીતે મોડી રાત્રિના સમયે સિંહો આવી ચડતા સામતેર ગ્રામ પંચાયત હાઈસ્કૂલના ગેટની સામેના ભાગે એક ગાયને નિશાન બનાવી તેની પાછળ દોટ મુકતા ગાય પોતાનો જીવ બચાવવા માટે ઘણી દોટ મૂકી પરંતું સિંહે દોડાવી દોડાવીને હંફાવી દીધી હતી. ત્યાર બાદ પર સિંહેે મોતને ઘાટ ઉતારી દીધી હતી અને બે ગાયને પ્લોટ વિસ્તારમાં મોતને ઘાટ ઉતારી દીધી બાદ આખલાને ગામથી થોડે દૂર એક આંબાવાડીમાં મોતને ઘાટ ઉતારી દીધો હતો આ રીતે સિંહોએ ગામમાં આવીને પશુના મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતોેે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆશ્ચર્યઃ સ્મોલ મેગેલેનિક ગેલેક્સીના તારાઓ ઉલ્ટી દિશામાં કરે છે ભ્રમણ
April 12, 2025 10:45 AMચિંતા ન કરતા....આ વર્ષે ભારતમાં ચોમાસું ટનાટન રહેશે, અલ નીનોની અસર નહીં થાય
April 12, 2025 10:29 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech