રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડની વાર્ષિક આવક .૨૫ કરોડથી વધીને .૩૭ કરોડે પહોંચી છે મતલબ કે .૧૨ કરોડનો સ્પષ્ટ્ર વધારો થયો છે.વિશેષમાં આ અંગે રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે તેમણે યાર્ડમાં તા.૨–૧૨–૨૦૨૧થી ચાર્જ સંભાળેલ છે. જે સમય દરમ્યાન અસરકારક વહીવટથી સહકારથી સમૃદ્ધિનું સપનું સાકાર થયું છે, તેમના શાસન દરમ્યાન માર્કેટયાર્ડની આવક .૨૫ કરોડથી વધારીને .૩૭ કરોડ સુધી લઇ જવામાં આવી છે, જેથી અંદાજીત ૧૨ કરોડ જેટલી આવકનો વધારો થયો છે. નાણાકીય વર્ષની શઆતમાં જ વર્ષ દરમ્યાન થનાર આવક, કરવામાં આવનાર ખર્ચ તેમજ કરવાના વિકાસના કામો અને આવકના ધોરણો અંગે અગાઉથી લયાંક નક્કી કરવામાં આવે છે, આ લયાંક પાછળ સતત મોનીટરીંગ કરી લયાંકો પરિપૂર્ણ થાય તે માટે સમગ્ર ડીરેકટર તથા સેક્રેટરી સહિતના સ્ટાફ દ્રારા રાત–દિવસ મહેનત કરવામાં આવે છે. અનાજ વિભાગ તેમજ શાકભાજી વિભાગમાં ચેરમેન દ્રારા સતત હાજરી આપીને ખેડૂતો, વેપારીઓ, કમીશન એજન્ટો તેમજ માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા લોકોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. સરકાર દ્રારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓ, નિયમોનું તેમજ બજારધારાનો કડકપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech