સ્ત્રી હોય કે પુરૂષ, કોઈ પણ પોતાના માથા પર સફેદ વાળ જોવા નથી ઈચ્છતું. લોકો પોતાના વાળને કાળા કરવા માટે અલગ-અલગ ઉપાય શોધે છે. ઈંગ્લેન્ડના એક વ્યક્તિને પણ તેના ગ્રે વાળ બિલકુલ પસંદ નહોતા. આ કારણથી તેણે પોતાના માથા પર કાળા રંગની ડાઇ લગાવી હતી. તેણે વિચાર્યું કે ડાઇ લગાવવાથી વાળ કાળા થઈ જશે અને સફેદ વાળ છુપાઈ જશે. પણ ડાઇ લગાવ્યા પછીની આડઅસરોની તેને અપેક્ષા નહોતી.
રિપોર્ટ અનુસાર, લેન્કેશાયરના બ્લેકબર્નમાં રહેતો હતો. તેના કેટલાક વાળ ભૂખરા થઈ ગયા હતા. આ કારણોસર તેની માતાએ તેને વાળમાં લગાવવા માટે હેર ડાઈ આપી હતી. તેણે પહેલા તે રંગનો પેચ ટેસ્ટ કર્યો ન હતો એટલે કે તેણે તેને પહેલા થોડા વાળમાં લગાવીને ટેસ્ટ કર્યો ન હતો અને આખા વાળ પર ડાઇ લગાવી દીધી હતી.
ડાઇ લગાવ્યા પછી તેના માથામાં બળતરા થવા લાગી હતી. તેણે વિચાર્યું કે આ સામાન્ય બાબત છે. તેણે રાત્રે માથા પર ડાઇ લગાવી. બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠ્યો અને અરીસામાં જોયું તો તેને આશ્ચર્ય થયું. કારણકે તેના વાળ નીચે અને કપાળ પર વિચિત્ર નિશાન હતા અને તેનું માથું સોજી ગયું હતું. તેણે તેની અવગણના કરી અને કામ પર ગયો. પરંતુ ધીમે ધીમે તેનું માથું ફૂલવા લાગ્યું અને ટૂંક સમયમાં તે ફુગ્ગાની જેમ ફૂલી ગયું. તે દિવસે તેને ઓફિસેથી ઘરે મોકલી દેવામાં આવ્યો હતો કારણકે તેની તબિયત ખરાબ હતી. પછી તે હોસ્પિટલ ગયો પરંતુ ડોક્ટરે કહ્યું કે આ આડઅસર છે અને જો બીજા દિવસે પણ આ જ પરિસ્થિતિ હોય તો જ તેણે ફરીથી બતાવવું જોઈએ.
બીજા દિવસે જ્યારે તે જાગ્યો ત્યારે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. આખુ માથું સોજી ગયું હતું. તે એક આંખે જોઈ પણ નહોતો શકતો . તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને રિપોર્ટ પરથી જાણવા મળ્યું હતું કે તેને પેરાફેનીલેનેડિયામાઈન (PPD) ની પ્રતિક્રિયા હતી. આ કેમિકલ હેર ડાઈમાં સરળતાથી મળી જાય છે. તેને હોસ્પિટલમાં 13 કલાક પસાર કરવા પડ્યા હતા અને ત્યારપછી તેની પીડા ઓછી કરવા માટે આગામી 5 દિવસ સુધી દરરોજ લેવાની 25 ગોળીઓ આપવામાં આવી હતી. તેણે વિચાર્યું કે જ્યારે તે જાગી જશે ત્યારે તેનો સોજો ઉતરી જશે, પરંતુ તેમ ન થયું. હવે તેનો ચહેરો સામાન્ય થઈ ગયો છે અને તેણે ફરીથી હેર ડાઈ ન લગાવવાનો નિર્ણય કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech