સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા જુદા જુદા ભવનોમાં ફરજ બજાવતા 12 આસિસ્ટન્ટ પ્રોફેસરોનો પ્રોબેશન પિરિયડ પૂરો થઈ ગયા પછી તેને કાયમીના ઓર્ડર આપવા માટે યુનિવર્સિટીએ સરકારનું માર્ગદર્શન માગ્યું હતું પરંતુ સરકારે આવો કોઈ અભિપ્રાય ન આપી શકાય તેવું સ્પષ્ટ સુણાવી દેતા આજે મળેલી બેઠકમાં આ મામલે બાર પ્રોફેસરોને વધુ છ મહિનાનો પ્રોબેશનરી પિરિયડ આપી નિર્ણય લેતા પૂર્વે કમિટીની રચના કરવાનું નક્કી થયું છે.
લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે પ્રોબેશન પિરિયડ પૂરો થઈ જવા છતાં કાયમીના ઓર્ડર આપવાના બદલે ચાર મહિનાનો પ્રોબેશન પિરિયડ વધારી દેવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અગાઉ લીધો હતો. આજે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ની બેઠક ઇન્ચાર્જ કુલપતી કમલસિંહ ડોડીયાના અધ્યક્ષતા ને મળી હતી અને પ્રોબેશન પિરિયડ પૂરો કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના જુદા જુદા ભવનમાં ફરજ બજાવતા 12 આસિસ્ટન્ટ પ્રોફેસરોને કાયમીના હુકમ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી.
આ દરખાસ્તના કારણે મનોવિજ્ઞાન બાયો સાયન્સ ભૌતિક શાસ્ત્ર ફાર્મસી નેનો સાયન્સ ગણિત શાસ્ત્ર અંગ્રેજી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરમાં પ્રોફેસરોની નિયુક્તિ થઈ શકશે. આ ભરતી સંદર્ભે યુનિવર્સિટીએ સરકારમાં ઉચ્ચ શિક્ષણ વિભાગમાં માર્ગદર્શન માગ્યું હતું અને તેના જવાબમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે ભરતી અંગેની સંપૂર્ણ સત્તા યુનિવર્સિટીની છે. જેના માટે યુનિવર્સિટી પોતાના નિયમો અને ધારા ધોરણ મુજબ ભરતી કરે છે. આવો કોઈ અભિપ્રાય ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી આપી શકાય નહીં અને આવા અભિપ્રાય માટે ફરીથી રજૂઆત પણ કરવાની નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આરોગ્ય કેન્દ્ર ખાતે વીઝીટીંગ એક્સપર્ટ તરીકે કામગીરી કરતા ચાર ડોક્ટરોના માનદવેતનમાં વધારો કરવાની, આઉટ સોર્સિંગ એજન્સીના સ્ટાફને ઓવર ટાઈમ નહીં ચૂકવવાની શરતે મહેનતાણામાં વધારો કરાયા પછી આજે તેની સમકક્ષ અથવા નીચેની જગ્યા પર ફરજ બજાવતા પાંચ કર્મચારીઓની કામગીરીને ધ્યાનમાં રાખી મહેનતાણામાં 10% વધારો કરવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech