જયપુરમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જયપુર–અજમેર હાઈવે પર એલપીજી ટેન્કર અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી જોરદાર આગ ફાટી નીકળી હતી. આ આગમાં ૪૦ જેટલા વાહનો સળગી ગયા હતા. આ ઘટનામાં ૧૪ લોકોના મોત થયા છે, યારે ૮૦ લોકો ઘાયલ થયા છે. આગ એટલી ભયાનક હતી કે થોડીવારમાં વાહનો રાખ થઈ ગયા, ઉડતા પક્ષીઓ પણ બળી ગયા. આગ લાગ્યા પછી જયપુર–અજમેર હાઈવે પર ખુબજ હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
રાજસ્થાનના જયપુર–અજમેર હાઈવે પર શુક્રવારે સવારે ગેસ ટેન્કરને નડેલા અકસ્માતમાં મૃતકોની સંખ્યા ૧૪ પર પહોંચી ગઈ છે. યારે ઘણા ઘાયલોની હાલત નાજુક છે. મળતી માહિતી મુજબ ૧૩ ઘાયલનું એસએમએસ હોસ્પિટલમાં અને એકનું જયપુરિયા હોસ્પિટલમાં મોત થયું છે. આ અકસ્માતમાં ૩૫થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા હતા.આ ભયંકર અકસ્માત બાદ સીએમ ભજનલાલ શર્માએ અકસ્માત સર્જતા બ્લેક સ્પોટસને ઓળખી તેને દુરસ્ત કરવા આદેશ આપ્યો છે અને સરકારે સીટનું ગઠન કરી આ કેસમાં ઐંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
શુક્રવારે સવારે લગભગ ૫.૩૦ વાગ્યે જયપુર–અજમેર હાઈવે પર એક ટ્રકે સીએનજી ભરેલી ટ્રકને ટક્કર મારી હતી. આ પછી એટલો જોરદાર વિસ્ફોટ થયો કે તેનો અવાજ ૧૦ કિલોમીટર દૂર સુધી સંભળાયો. આ દુર્ઘટનામાં ૧૪ લોકોના મોત થયા છે, યારે ૪૪ લોકો ખરાબ રીતે દાઝી ગયા છે, જેમની અલગ–અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અકસ્માત બાદ જયપુર જિલ્લા કલેકટર જિતેન્દ્ર કુમાર સોનીએ તપાસ સમિતિની રચના કરી છે. આ તપાસ સમિતિમાં વિવિધ વિભાગોના છ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech