ગઈકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયા પછી આજે બીજા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાઇબ્રન્ટ વિકાસની ગેરંટી જેવું સન 2024 -25 નું અંદાજપત્ર ગૃહમાં રજૂ કર્યું હતું. ગુજરાતના વિકાસના રોડ મેપની ઝલક દર્શાવતું આ બજેટનું કદ ગયા વર્ષની સરખામણીએ વધી ગયું છે અને બજેટનું કુલ કદ 3 લાખ કરોડના અંકને પાર કરી ગયું છે.
સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઈ વાળાના નામે અકબંધ છે. પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ 18 વખત બજેટ રજૂ કર્યું છે. તે ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી છે. તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન તેમણે 1998થી લઈ 2001 સુધી અને ત્યાર બાદ વર્ષ 2002થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન 18 વખત બજેટ રજૂ કર્યું હતું. કનુભાઈ દેસાઈએ આજે ત્રીજી વખત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરી રહ્યા છે અને તેમાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ સહિત સમાજના જુદા જુદા વર્ગનો પૂરો ખ્યાલ રાખીને અનેક યોજનાઓ જાહેર કરવામાં આવશે.
બજેટ સત્રમાં આજે ડિજિટલનો પ્રભાવ જોવા મળશે. ધારાસભ્યોને તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછવા માટેની અગાઉથી સૂચના આપી દેવામાં આવી હતી અને તેના અનુસંધાને તાલીમ પણ આપવામાં આવી હતી. આજે રજુ કરાયેલા બજેટના તમામ પ્રકાશન 'નેવા' એપ પર ઓનલાઇન મૂકી દેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech