ઉપલેટા તાલુકાનું શિક્ષિત અને સમૃધ્ધ ગામ ભાયાવદરમાં છેલ્લ ા ઘણા સમય થતાં હલકા રાજકીય માણસો દ્રારા સમાજના નામે ઉશકેરણી કરી અન્ય સમાજ સાથે વર્ગ વિગ્રહ ઉભા કરવા પત્રિકા, મેસેજ દ્રારા ખોટી વાતો કરવી જેવા અનેક નાના–મોટા બનાવો અને પોતાના વ્યકિતગત ઇશ્યુને ગામના ઇસ્યુ બનાવી પોતાનું રાજકારણ ટકાવવા નિકળેલા નેતાઓને ગઇકાલે શહેરની શાણી અને સમજુ પ્રજા અને વેપારીઓએ જાકારો આપી રૂક જાવનો સંદેશો આપી શહેરની બજારો ખુલ્લ ી રાખી સાંજે પાટીદાર આગેવાનો દ્રારા બોલાવેલી મિટિંગમાં શહેરના મોટાભાગના સમાજના પ્રમુખો હાજર રહી છાશવારે ગામને બાનમાં લઇ બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો કરનાર લોકો સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
ભાયાવદર શહેરમાં બે દિવસ પહેલા બનેલા મારામારીની ઘટનામાં કોંગ્રેસ નગરસેવક દ્રારા પોતાની રાજકીય દુશમની વચ્ચે લાવી માથાકૂટ કરનાર વ્યકિતને બાજુમાં રાખી બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ વધે અને પોતાનો રાજકીય રોટલો શેકાતો રહે તે માટે ભાયાવદર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી ગઇકાલે ભાયાવદર ગામ બંધનું એલાન આપી જે અંજામ આપ્યો હતો તેનો ગઇકાલે ભાયાવદર શહેરના તમામ સમાજ એક થઇ ગામ બંધનો ફિયાસ્કો કરાવી રાજકીય રોટલા શેકવા નીકળેલાને પાટીદાર સમાજ સહિતનાઓએ અરીસો બતાવી દીધો હતો.
પાટીદાર આગેવાનો દ્રારા લોહાણા મહાજનવાડી ખાતે સમગ્ર સમાજના આગેવાનોની બોલાવેલી મિટિંગમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં. આ મિટિંગમાં ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ રેખાબેન સિણોજીયાએ જણાવેલ કે નયન જીવાણી પોતાને પાટીદાર નેતા ગણાવે છે. ૧૫ વર્ષ પહેલા પાટીદારની દીકરીએ જીંદગી ટૂંકાવી નાખી હતી તેની વિરૂધ્ધ મેસેજ કરવા આને પાટીદાર નેતા કેમ કહેવો ?
બહારગામથી પાટીદાર નેતાઓને બોલાવીને વાતો કરતો નયન જીવાણી ભાયાવદરના પાટીદારો આગેવાનો સાથે કેમ નથી રાખતો, પોતાની વ્યકિતગત દુશ્મનાવટને બે સમાજ વચ્ચે વર્ગવિગ્રહ કરનારને પાટીદાર સમાજ કયારેય નહીં સ્વીકારે તેનો જવાબ શહેરના વેપારીઓ ગામ ખુલ્લ ુ રાખી આપી દીધો છે. પાટીદાર સમાજ શ્રે ીઓને શિક્ષણવિદ વિપુલભાઇ વિરોજાએ જણાવેલ કે પોતાની જાતને પાટીદાર નેતા ગણાવનારને મારે એટલું જ કહેવું છે જયારે ઉનામાં દલીત કાંડ થયો હતો ત્યારે ભાયાવદરના દલીત યુવાનોને ફસાવી દેવા કોને કાવતરું ઘડયું હતું તે વાત યાદ કરો ભાયાવદર ગામમાં હજારો પાટીદારો પરિવાર રહે છે. કયારેય કોઇને કેમ ઝગડા થતાં નથી તમારી સાથે જ કેમ ઝગડા થાય છે. પોલીસ, આરોગ્ય, નગરપાલિકા સહિત કર્મચારીઓ સાથે ગાળા ગાળી કરવી–અપમાન કરવા તમને કયા મોઢે પાટીદાર આગેવાન કહેવા ? ગામના એસીએસટી અગ્રણી નિરજભાઇ મકવાણાએ આક્રોશ સાથે જણાવેલ કે છાશવારે ગામમાં ગાળાગાળી કરવી ઝગડો કરવો સમાજ શ્રે ીઓ સામે ખોટી ફરિયાદો દાખલ કરાવવી આવા કહેવાતા નેતાઓને ગ્રામજનોએ ઓળખી જાકારો આપવો જોઇએ. ભાયાવદર ગામ શાંતિમાં માનનારૂ ગામ છે ત્યારે ગુનેગારો કોઇપણ સમાજનો હોતો નથી તે માત્ર ગામની શાંતિને પલીતો ચાંપવાનું કામ ક્ષત્રિય સમાજના પ્રમુખ ઉપર ખોટી ફરિયાદ કરનારાએ કરી દીધું છે. આવા માણસોને કયારેય સહકાર ન આપવા જોઇએ. આ મિટિંગમાં ભાયાવદરના સામાજિક આગેવાન અને પાટીદાર ઉધોગપતિ અમુભાઇ ફળદુ, પાટીદાર અગ્રણીઓ હસુભાઇ માકડીયા, સિદસર મંદિર કારોબારીના સભ્ય અતુલભાઇ વેગડા, મંડળીના પૂર્વ પ્રમુખ કાન્તીભાઇ ચાંગેલા, નગરપતિ રેખાબેન શિણોજીયા, કારોબારી ચેરમેન અતુલભાઇ વાઘાણી, બાંધકામ સમિતિના ચેરમેન સરજુભાઇ માકડિયા, શહેર ભાજપના પ્રમુખ ધવલભાઇ ધમસાણીયા, સથવારા સમાજના પ્રમુખ રમણીકભાઇ પરમાર, રબારી સમાજના પ્રમુખ બાવનજીભાઇ કરોતરા, લોહાણા સમાજના પ્રમુખ શશીકાંતભાઇ હિંડોચા, બ્રહ્મસમાજના પ્રમુખ હરેનભાઇ ભટ્ટ, દલીત સમાજના પ્રમુખ પ્રવિણભાઇ લધા, કોળી સમાજના પ્રમુખ દિલીપભાઇ ચાવડા, આહિર સમાજના પ્રમુખ ભગવાનજીભાઇ જલુ, મુસ્લિમ સમાજના વલીભાઇ ઘુઘા, રાજપુત સમાજના ઉપપ્રમુખ વિક્રમસિંહ ચુડાસમા, બાવાજી સમાજના રાજુભાઇ ગોસ્વામી, પ્રજાપતિ સમાજના પ્રમુખ અમુભાઇ શાલા સહિત વિવિધ ધાર્મિક સંસ્થાઓ, વેપારીઓ, ઉધોગપતિઓ, સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી ખોટી ફરિયાદ કરનારા સામે રાષ ઠાલવી વખોડી કાઢી હત
કોઇપણ સમાજ દાદાગીરી કરે ત્યારે કહેજો હું મેદાનમાં આવીશ, પાલિકા પ્રમુખ રેખાબેન
મિટિંગમાં શહેરના પ્રથમ નાગરિક રેખા સિણોજીયાએ જણાવેલ કે ભાયાવદર શહેરમાં કયારેય દાદાગીશી સાંખી નહીં લેવાય. દાદાગીરીની વાત હશે ત્યારે ગમે તે સમાજના માણસ હશે હત્પં પોતે ખુલીને બજારમાં આવીશ.
ગામ બંધનું એલાન આપનારાઓ હવે સમજી જાવ: ધવલ ધમસાણિયા
પોતાના રાજકીય રોટલા સેકવા માટે ગામે ત્યારે પટેલો અને ક્ષત્રિયો વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાવનારાઓ તમે ગામનું બંધનું એલાન આપી શું મેળવી લીધુ ? શહેરની શાક માર્કેટ બજાર, કેરી બજાર, ગુજરી બજાર, મોટી બજાર, નીચલી બજાર, વડાળી રોડ સહિતની મુખ્ય બજારો ખુલી રહી ગામ બંધનું એલાન કરનારાઓ કોંગ્રેસીઓને વેપારીઓએ અરીસામાં પોતાનું મોઢુ બતાવી દીધું છે. હવે સમજી જાવ તો સારુ છે તેમ શહેર ભાજપના પ્રમુખ ધવલ ધમસાણીયાએ જણાવેલ હતું
"
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech