પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે ત્યારે ગત ચૂંટણી કરતાં આ વખતે વધારે મતદાન થયું છે અને રાણાવાવ બેઠક ઉપર ૫૦.૧૯% ટકા અને કુતિયાણા બેઠક ઉપર ૫૯.૮૩% ટકા મતદાન નોંધાયું છે.આવતીકાલે મતગણતરી થશે તેથી બંને બેઠકો ઉપર જીત કોણ મેળવશે તેનું ચિત્ર આવતીકાલ સુધીમાં સ્પષ્ટ્ર થઇ જશે પરંતુ હાલ તો બંને પક્ષોએ જીતના દાવા કર્યા છે.
પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શનમાં અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક કલેકટર જે.બી વદરના સંકલનમાં રહીને વહીવટી તંત્રએ કરેલી સુદ્દઢ વ્યવસ્થાઓના વચ્ચે નગરપાલિકાના નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં રાણાવાવ નગરપાલિકામાં ૧૭,૫૫૩ મતદારોએ અને કુતિયાણા નગરપાલિકામાં ૮,૩૫૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી હતી.
રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની બંને બેઠકો પર મળી કુલ મતદારો ૪૮,૯૩૨ પૈકી ૨૫,૯૦૬ લોકોએ મતદાન કર્યુ હતું જેમાં કુતિયાણા બેઠક પર ૪,૪૪૩ પુરૂષો અને ૩૯૧૦ ીઓ મળી કુલ ૮,૩૫૩ લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યેા હતો એ જ રીતે રાણાવાવમાં ૯,૪૪૮ પુરૂષો અને ૮,૧૦૫ ીઓ સહિત ૧૭,૫૫૩ લોકોએ મતદાન કર્યુ છે. બંને બેઠકો પર મળી કુલ ૧૩,૮૯૧ પુરૂષ અને ૧૨૦૧૫ ીઓ મળી કુલ ૨૫,૯૦૬ લોકોએ મતદાન કર્યાનું તંત્રએ જાહેર કર્યુ છે.
એસ.પી. સહિતનો પોલીસ કાફલો સતત સ્ટેન્ડ બાય રહ્યો
પોરબંદર નજીકની રાણાવાવ તથા કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્રએ ભારે જહેમત ઉઠાવી હતી. આ બંને બેઠકો ને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી તેથી આ અતિ સંવેદનશીલ બેઠકો ઉપર કયાંય અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ખરાખરીનો જગં વાસ્તવિક રીતે ફેલાયો છે તેવી કુતિયાણા સીટ ઉપર ભાજપના ઢેલીબેન ઓડેદરા અને સમાજવાદી પાર્ટીના કાના જાડેજા વચ્ચે ની ચૂંટણીમાં પણ કયાંય કોઈ છમકલું પણ પોલીસે થવા દીધું નથી. મહત્વની બાબત એ છે કે પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સવારથી સાંજ સુધી ખુદ જાતે કુતિયાણામાં રહ્યા હતા અને પહેલી વખત એવું જોવા મળ્યું હતું કે કુતિયાણા શહેરમાં પ્રવેશવા માટેના બંને માર્ગ ઉપર ચેક પોસ્ટ બનાવવામાં આવી હતી અને બિનજરી રીતે આટા ફેરા કરનારાઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ બહારથી અજાણી વ્યકિતઓ પણ કુતિયાણામાં પ્રવેશી શકે નહીં તે પ્રકારનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પ્રથમ વખત જોવા મળ્યો હતો. બંને પક્ષના હરીફ ઉમેદવારો એ તેમનો પક્ષ જીતશે તેવો દાવો કર્યેા છે. ત્યારે મંગળવારે એ ચિત્ર પણ પરિણામ સમયે સ્પષ્ટ્ર થઈ જશે તેમ જણાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech