બાળકોનું શિક્ષણ સાથે સંસ્કાર ઘડતર થાય એ આજના યુગની માંગ

  • May 17, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના  આર્યસમાજ ખાતે સમર કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે.
 પોરબંદર  સામાજિક સુધારણા, શિક્ષણ, સેવા અને વૈદિક સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં દાયકાઓથી બેનમૂન પ્રવૃત્તિમાં અગ્રેસર પોરબંદરના આર્યસમાજ ખાતે તાજેતરમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા  બાળકો માટેની પંદર દિવસીય સમર કેમ્પનો  શુભારંભ થયો હતો જેમાં ૧૨૪ બાળકો ઉત્સાહ ભેર જોડાયા છે   
  પોરબંદર આર્યસમાજ ખાતે સ્વામી  મહર્ષિ દયાનંદ સરસ્વતિની ૨૦૦મી. જન્મજ્યંતી અને આર્યસમાજના ૧૫૦માં સ્થાપનાદિનના ઉપલક્ષ્યમાં   ગાંધીનગર ના ગુજરાતના યોગ બોર્ડ દ્વારા આ પંદર દિવસીય સમર કેમ્પનો પ્રારંભ કરાવતા પોરબંદર ના આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય એ જણાવ્યું હતું કે  ગુજરાત ગાંધીનગર યોગ બોર્ડના જિલ્લા કોર્ડીનેટર કેતનભાઈ કોટીયાના માર્ગદર્શન હેઠળ પંદર દિવસીય બાળકોે માટે સમર કેમ્પનું ભવ્ય આયોજન થયું છે મને આનંદ એ વાતનો છેકે મોટી સંખ્યામાં બાળકો ઉત્સાહભેર જોડાયા છે આ કેમ્પ માં જે બાળકો નિયમિત હાજરી આપશે તેઓને આર્યસમાજ દ્વારા બાળકો માટેની જનરલ નોલેજ બુક નિ:શુલ્ક આપવામાં  આવશે. તેઓએ માતા -પિતા વાલીઓને  વધુમાં જણવ્યું કે  બાળકોને શિક્ષણ સાથે સંસ્કારની આજના યુગમાં માંગ છે.  આ અવસરે પોરબંદર ની ડો. વી. આર, ગોઢાણીયા બી. એડ કોલેજના ડાયરેક્ટર અને  કેળવણીકાર ડા.ે ઈશ્ર્વરભાઈ ભરડાએ આર્યસમાજ માત્ર  વૈદિક સંસ્કૃતિનો જ પ્રચાર- પ્રસાર નથી કરતુ તેની સાથોસાથ શિક્ષણ અને સંસ્કારને પણ પ્રાધાન્ય આપે છે તે સરાહનીય  ગણાવી નાના બાળકોના આ સમર કેમ્પને આવકારી અભિનંદન સાથે શુભેચ્છઓ પાઠવી હતી  બાદ પોરબંદર આર્ય સમાજના મંત્રી કાંતિભાઈ જુંગીવાલાએ  આ  પંદર દિવસીય સમર કેમ્પનો સમય  સવારે સવારે ૭-૦૦ થી ૯-૦૦ સુધીનો રહેશે   અને બાળકો, ૧૨૪ થી પણ વધારે હોવાથી આર્યસમાજના નીચેના  પ્રાર્થનાખંડ અને ઉપરના માળે  એમ બે વિભાગમાં આ સમર કેંમ્પમાં બાળકોને તજજ્ઞો દ્વારા સજ્જ કરાશે  તેમ જણાવી સૌ મહાનુભાવોને આવકાર્યા હતા.   આ ગુજરાત યોગ બોર્ડ  દ્વારા જિલ્લા યોગ કોર્ડીનેટર કેતનભાઈ કોટીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના યોગ કોચ જીગ્નાબેન ગોસ્વામી, ભાવનાબેન બાદરશાહી, ઉષાબેન પાંજરી,   મોહિતભાઈ શિયાળ,  સુનિલભાઈ ડાકી તજજ્ઞ  તરીકે ઉપસ્થિત રહ્યા હતા    પોરબંદર ના આર્ય સમાજના પ્રમુખ  ધનજીભાઈ આર્ય તથા મંત્રી કાંતિભાઈ જુંગીવાલાના નેતૃત્વમાં આ સમર કેમ્પમાં નાથાભાઈ લોઢારી ગગનભાઈ કુહાડા  બાળકો માટે  સ્વાદિષ્ટ પૌષ્ટિક  નાસ્તો તેમજ અન્ય સુવિધા પુરી પાડી ને બાળકો મોજ કરાવશે   આ પંદર દીવસીય બાળકોના સમર કેમ્પ ને સફળ બનાવવા આર્ય સમાજના હોદેદારો અને આર્ય સમાજના ભાઈ -બહેનો સારી જહેમત ઉઠાવી રહ્યા છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના  કોર્ડીનેટર કેતનભાઇ કોટિયાના માર્ગદર્શન તળે ચલાવવામાં આવતા સમર કેમ્પ શરુ થતાઆર્યસમાજ પોરબંદરમાં આર્ય સમાજના પ્રમુખ  ધનજીભાઈ આર્ય, મંત્રી  કાંતિલાલ જુંગીવાલા, નાથાલાલ લોઢારી,  ગગનભાઈ કુહાડા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદરના કોચરો  જીજ્ઞાબેન ગૌસ્વામી, ભાવનાબેન બાદરશાહી, ઉષાબેન પાંજરી,  મોહિતભાઈ શિયાળ,  સુનિલભાઈ ડાંકી,  પ્રથમ ભાઈ તેઓની જહેમતથી આર્યસમાજ ઉપર અને નીચેના બંને હોલોમાં કુલ ૧૨૪ બાળકોએ  શિબિરમાં ભાગ લીધો હતો, અને સવારે ૯:૦૦ વાગ્યે બધા બાળકોને સ્વાદિષ્ટ પૌષ્ટિક નાસ્તો આપી અને આવતીકાલે સમયસર સવારે ૭:૦૦ વાગ્યે આવવા માટે સૂચના આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application