ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ત્રણ દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય ટીમ માટે ત્રીજા દિવસની રમત પણ સફળ રહી અને હવે તે જીતની ખૂબ નજીક આવી ગઈ છે. આવી સ્થિતિમાં આ મેચ માટે રમતનો ચોથો દિવસ ઘણો મહત્વનો બની રહેશે. રમતના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી. જેમાં રિષભ પંત અને શુભમન ગિલની સદી સામેલ છે. આ પછી બોલરોએ બાંગ્લાદેશી બેટ્સમેનોને પણ પરેશાન કર્યા અને દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી ચાર વિકેટ આપી દીધી.
ટીમ ઈન્ડિયાને 515 રનનો ટાર્ગેટ
મેચના ત્રીજા દિવસે ત્રણ વિકેટે 81 રનથી આગળ રમતી ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટે 287 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. રિષભ પંત અને શુભમન ગિલ તરફથી મોટી ઇનિંગ્સ જોવા મળી હતી. પંતે 109 રન બનાવ્યા જેમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે શુભમન ગિલે અણનમ 119 રન બનાવ્યા હતા. ગિલે 176 બોલની ઈનિંગમાં દસ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 167 રનની ભાગીદારી પણ કરી હતી, જેના કારણે ભારતે બીજી ઇનિંગમાં ચાર વિકેટે 287 રન બનાવ્યા હતા અને 514 રનની લીડ મળતાં જ ઇનિંગ્સ ડિકલેર કરી હતી.
ટીમ ઈન્ડિયા જીતથી 6 વિકેટ દૂર
515 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં ચાર વિકેટે 158 રન બનાવ્યા હતા ત્યારે ખરાબ પ્રકાશને કારણે સાંજે 4.25 કલાકે રમત રોકવી પડી હતી. બાંગ્લાદેશને હારથી બચવા માટે હજુ 357 રન બનાવવાના છે અને રમતના બે દિવસ બાકી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા હવે જીતથી માત્ર 6 વિકેટ દૂર છે. હાલમાં બાંગ્લાદેશ તરફથી કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો અને શાકિબ અલ હસન ક્રિઝ પર છે. નઝમુલ હુસૈન શાંતોએ 51 અને શાકિબ 5 રન બનાવીને રમતમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech