પાટણ જિલ્લામાં આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે, જ્યાં કપડાં ધોવા પરિવાર સાથે તળાવે ગયેલી બે માસૂમ બાળકીઓ પાણીમાં ડૂબી જતાં તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના લોલાડા ગામના તળાવ પર બની હતી.
મળતી માહિતી અનુસાર, મંગળવારે બપોરે નાયક પરિવારના સભ્યો કપડાં ધોવા માટે લોલાડા ગામના તળાવ પર ગયા હતા. પરિવારની મહિલાઓ તળાવના કિનારે કપડાં ધોઈ રહી હતી, ત્યારે તેમની બે દીકરીઓ, શિલ્પા અને જયશ્રી, ગરમીથી રાહત મેળવવા માટે તળાવમાં ન્હાવા પડી હતી. ન્હાતી વખતે બંને બાળકીઓ તળાવના ઊંડા ભાગમાં પહોંચી ગઈ હતી અને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
પરિવારની મહિલાઓએ આ ઘટના જોતા જ બુમાબુમ કરી હતી, જેના પગલે આસપાસના લોકો તાત્કાલિક તળાવ પર દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને તળાવમાં ડૂબેલી બંને માસૂમ બાળકીઓના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર લોલાડા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિશ્વના ટોપ ૧૦ સૌથી શક્તિશાળી રાષ્ટ્રોના લિસ્ટમાંથી ભારત બહાર
May 28, 2025 10:32 AMભારત-બાંગ્લાદેશ સરહદ પર તણાવ વધ્યો: બંને દેશની સેના આમને-સામને
May 28, 2025 10:29 AMઆઈપીએલ રોમાંચક તબક્કામાં: સમાન 19 પોઈન્ટ સાથે પંજાબ-બેંગ્લોર ટકરાશે
May 28, 2025 10:26 AMસિહોની વસ્તી ગણતરી બાદ વન વિભાગમાં 50 જેટલા ટોચના અધિકારીઓની બદલી
May 28, 2025 10:16 AMટ્રમ્પના આગ સાથે રમવાના નિવેદન પર રશિયા ભડક્યું, ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી
May 28, 2025 10:09 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech