સગીર કિશોરીનું અપહરણ કરી વાડીમાં તેની સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.બનાવની વિગત એવી છે કે, રાજેન્દ્ર ઉર્ફે રાજેશ ઉર્ફે રાજુ વીએ રમણભાઈ ઉર્ફે રમણીકલાલ રોડ, પોપટભાઈ જાદવ નામનો શ
ખ્સ અને કિશોરીને ભગાડી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે બોરતળાવ પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી રાજેન્દ્રએ આ કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ જામીન અરજી મુકી તેમાં રજૂઆત કરી હતી કે, ગુનામાં તેની કોઈ સંડોવણી નથી. બનાવ બન્યો તેના ચાર દિવસ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મોડી ફરિયાદ થઈ તે અંગે કોઇ યોગ્ય કારણ પણ દર્શાવવામાં આવ્યું નથી. જ્યારે જામીન અરજીની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ થયેલો છે. આરોપીને જો જમીન આપવામાં આવશે તો તે ટ્રાયલ સમયે કોર્ટમાં હાજર નહી રહે અને ફરાર થઈ જશે. સાક્ષીઓ અને પુરાવા સાથે ચેડા કરશે. તપાસ અધિકારીએ પણ સોગંદનામુ રજૂ કરી અરજદારની અરજી નામંજૂર કરવી જોઇએ તેવી રજૂઆત કરી હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ પિડીતાની ઉમર, આરોપીની ગુનામાં ભૂમિકા અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અરજદારની અરજી નામંજૂર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech