તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ દેશની રેલ્વે વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. દિવાળી અને છઠના તહેવારોમાં લોકો પોતાના ઘરે જવા માટે રેલ્વે સેવાઓનો સહારો લે છે. ટ્રેનની ટિકિટ હોવા છતાં મુસાફરો મુસાફરી કરી શકતા નથી. સ્ટેશનના પ્લેટફોર્મ પર લાંબી કતારો છે. ભારે ભીડને કારણે મુસાફરો ટ્રેનમાં ચઢી પણ શકતા નથી.
દિવાળીના અવસર પર, મોટી સંખ્યામાં લોકો શહેરોમાંથી તેમના ગામ જવા માટે નીકળે છે, પરંતુ હાલમાં ભારતીય રેલ્વેમાં તહેવારો વચ્ચે તમામ લોકો તેમના ગામ અથવા ઘરે સમયસર પહોંચી શકે તેટલી જગ્યા નથી. તહેવારોની સિઝનમાં મુસાફરોને ભયંકર તકલીફોનો સામનો કરવો પડે છે, આ બધું પ્લેટફોર્મ પર જોવા મળે છે. જનરલ ડબ્બામાં ચઢવા માટે કલાકો સુધી લાંબી કતારો લાગે છે.
મુંબઈના બાંદ્રા સ્ટેશન પર નાસભાગ
મુંબઈના ઘણા સ્ટેશનો પર લાંબી ભીડજોવા મળે છે મુંબઈના બાંદ્રા ટર્મિનસ રેલવે સ્ટેશન પરગઈકાલે ટ્રેનમાં ચડતી વખતે નાસભાગ મચી ગઈ હતી. બાંદ્રા-ગોરખપુર ટ્રેનમાં ચડતી વખતે આ નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 10 લોકો ઘાયલ થયા છે. તેને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 8 ઘાયલોની હાલત સ્થિર છે. બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
રેલ્વે સ્ટેશન પર એકઠી થયેલી મોટી ભીડને નિયંત્રિત કરવી એ પણ એક મોટી સમસ્યા છે. તે માત્ર નિયંત્રણ પૂરતું મર્યિદિત ન હોઈ શકે. જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકો સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકાર દ્વારા કોઈ ખાસ આયોજન કરવામાં આવ્યું નથી. રેલવે અધિકારીઓ અને પોલીસ પ્રશાસન પણ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતા રહ્યા.
સુરતના ઉધના રેલ્વે સ્ટેશનમાં ભારે ભીડ
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉઘોગો, કારખાના અને શાળાઓમાં વેકેશનની જાહેરાત પણ થવા લાગી છે ત્યારે વતન જવા માટે લોકોની ભારે ભીડ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતે જોવા મળી હતી.
દિલ્હીમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ
તહેવારોની આ સિઝનમાં, રેલ્વે સ્ટેશનો પર ઉમટનારા મુસાફરોની વિશાળ ભીડને ઘટાડવા માટે દિલ્હીના મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરી રેલ્વેએ કહ્યું છે કે દિવાળી અને છઠ પૂજા માટે તેમના ઘરે જતા મુસાફરોની વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને, નવી દિલ્હી, જૂની દિલ્હી, હઝરત નિઝામુદ્દીન, આનંદ વિહાર અને દિલ્હી સારા રોહિલા રેલ્વે સ્ટેશનોમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ 6 નવેમ્બર સુધી બંધ કરવામાં આવ્યું છે 7 નવેમ્બરથી ફરીથી શરુ કરવામાં આવશે. જો કે, ઉત્તરી રેલ્વેએ કહ્યું છે કે વૃદ્ધો, અભણ અને મહિલા મુસાફરોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની આડોડાઈ: ઈન્ડીગોના ૨૨૭ યાત્રીના જીવ જોખમમાં મુક્યા
May 23, 2025 01:57 PMજામજોધપુર પંથકને માવઠાનો માર: એક ઇંચ વરસાદ ખાબકતા ખેડુતોના હાલ બેહાલ...
May 23, 2025 01:17 PMરંગમતિ ડીમોલીશન પાર્ટ-૨: ૩૩ બાંધકામો પર બુલડોઝર
May 23, 2025 01:15 PMદડીયા ગામમાં મહિલા બુટલેગરનું ગેરકાયદેસર મકાન તોડી પડાયું
May 23, 2025 01:01 PMખંભાળીયામાં અસામાજીક તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર
May 23, 2025 12:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech