તાજેતરમાં ગડુ અને વિસણવેલ સર્વે નંબરની ૨૪૧ જમીન પર કંપનીનો દાવો કોર્ટે નામંજૂર કર્યેા હતો. હવે માળીયા હાટીના વહીવટી તંત્રએ જમીનનું રોજકામ કરી પેટા ભાડુઆતો અંગેનો સર્વે શરૂ કર્યેા છે. અત્રે નોંધનીય છે કે, જે કંપની પાસે જમીન તેણે ભાડા પર આવી તેના કોઇ આધાર જ ન હતાં છતાં તેણે પેટા ભાડુઆતોને સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભાડા કરાર કરી આપ્યા છે. આ મોટો સવાલ છે આ બાબતે પણ તપાસ થવી જોઇએ.
માળીયા હાટીના તાલુકાના ગડુ અને વિસવેલ ગામના ૩૬ જેટલા અલગ અલગ સર્વેની ૨૪૧ એકર અને છ ગુંઠા જમીન ૨૪–૩–૧૯૪૩ અને ૧૧–૬–૧૯૪૪ના નવાબના હત્પકમથી દિલાવર સિન્ડીકેટને ૯૯ વર્ષના ભાડા પટ્ટા પર ફાળવવામાં આવી હતી. આ જમીન પર ટેનરી અને પોટરી ઉધોગની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૮૨–૮૩માં આવેલી કુદરતી આપદા વખતે નુકસાન થતાં કંપની બધં થઇ ગઇ હતી. બાદમાં દિલાવર સિન્ડીકેટ કાઠીયાવાડ ઇન્ડસ્ટ્રીઝમાં તબદીલ થયો હતો. બાદમાં આ દાવો કેશોદ સિવિલ કોર્ટમાં તબદીલ થયો હતો. કેશોદ કોર્ટે કાઠીયાવાડ ઇન્ડસ્ટ્રીઝનો દાવો નામંજૂર કર્યેા હતો.
કોર્ટના હત્પકમ બાદ માળીયા હાટીના વહીવટી તત્રં દ્રારા જમીન પર રોજકામ કરવામાં આવ્યું હતું. આ અંગે મામલતદારે જણાવ્યું હતું કે, ૨૪૧ એકર જમીન છે તેના પર દુકાન સહિતના એકમો છે. હાલ પેટા ભાડુઆતો અંગેનો સર્વે કરવામાં આવી રહ્યો છે. કેટલા કબજેદાર છે તેણી સંખ્યા સહિતની બાબતના સર્વે પછી રિપોર્ટ કરી આ જમીન સરકાર હસ્તક લેવાની પ્રક્રિયા કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, કોર્ટમાં જે કંપનીએ દાવો કર્યેા હતો તે કંપની તેણે જમીન આપવામાં આવી હોવાનો કોઇ પુરાવો કોર્ટમાં રજૂ કરી શકી ન હતી, તેમ છતાં કંપની વતી આ જમીન પેટા ભાડુઆતોના ભાડા પટ્ટા પર આપવામાં આવી છે અને તેના ભાડા કરાર કરી શકે ? એ મોટો સવાલ છે છતાં આ કિસ્સામાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં જમીનનો ભાડા કરાર થયો છે. આ દિશામાં પણ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થાય એ જરૂરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech