સીસીટીવી કેમેરા તેમજ આઈ.ટી.એમ.એસ. સોફ્ટવેરની મદદથી રીક્ષાચાલક પાસેથી મોબાઇલ પરત મેળવ્યો
રાજસ્થાનથી પોતાના પરિવાર સાથે વ્હોરાના હજીરે દર્શન કરવા આવેલા વ્હોરા અગ્રણી નો ગુમ થયેલો કિંમતી મોબાઈલ ફોન જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમની ટીમેં જુદા જુદા સીસીટીવી કેમેરા તથા વાહનોના સ્પેશિયલ સોફ્ટવેરની મદદથી એક રીક્ષા ચાલકને શોધીને મોબાઈલ પરત મેળવી લઇ મૂળ માલિકને સોંપી દીધો હતો.
રાજસ્થાન રાજ્યના બાંસવાડા જિલ્લાના કુશલગઢ ગામના વતની હુસૈન રજબઅલી ચક્કીવાલા પોતાના પરિવાર સાથે રાજસ્થાનથી જામનગર વ્હોરાના હજીરાએ દર્શન કરવા આવેલ હતા. ત્યાર બાદ માંડવી જવા માટે એસ.ટી બસનું પુછવા એસ.ટી બસ સ્ટેન્ડ પર ગયા હતા. તે સમય દરમ્યાન તેઓનો કિંમતી મોબાઇલ ફોન બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં પડી ગયો હોવાથી જામનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક કરતાં પી.એસ.આઈ. પી.પી. જાડેજા અને તેઓની ટીમ દ્વારા અલગ અલગ સી.સી.ટી.વી. કેમેરા ચકાસતાં તેમનો મોબાઇલ ફોન જી.જે. ૧૦ ટી.ડબલ્યુ. ૮૦૦૯ નંબરની રીક્ષાના ચાલકે ઉપાડયાનું જણાઇ આવ્યું હતું.
જેથી આઈ.ટી.એમ.એસ. સોફ્ટવેરની મદદથી રીક્ષાના માલિકનો સંપર્ક કરી તેની પાસેથી મોબાઇલ મેળવી લઈ ગણતરીના કલાકમાંજ તેના મૂળ માલિકને સોંપી દીધો હતો જેથી તેમણે સમગ્ર જામનગરની પોલીસ ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech