ખુરશી મારા પર ક્યારેય નહી બેસે : દિગ્વિજયસિંહ ગોહિલ

  • March 17, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સંગઠન પર્વ ૨૦૨૪ અંતર્ગત જીલ્લા ભાજપા અધ્યક્ષ પદે દિગ્વિજયસિંહ એ. ગોહિલે તા. ૧૬-૩-૨૦૨૫ રવિવારે સવારે ૧૦ ટાઉનહોલ અટલ બિહારી વાજપેઈ હોલ મોતીબાગ ખાતે ભાવનગર જિલ્લા ભાજપા પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પદગ્રહણ કરતા દિગ્વિજયસિંહ ગોહિલએ જણાવ્યુ હતુ કે, મારે ખુરશી ઉપર બેસવાનું છે, ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી એટલે હોદ્દાની સભાનતા અંગે ખાતરી આપી નવનિયુક્ત અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે પદની ગરિમા અંગે કાર્યકર્તાઓને સંબોધન કર્યું અને ભાજપ મોવડીઓ તેમજ પરિવારનાં સંસ્કાર મુજબ યુવાનોની આંખ અને વડીલોની પાંખ સાથે એટલે નવયુવાન કાર્યકર્તાઓની જહેમત તથા વડીલ અગ્રણીઓનાં માર્ગદર્શન મુજબ સૌએ ભાવનગર જિલ્લાનાં છેવાડાની વ્યક્તિ સુધી લાભ મળે તેમ કાર્યરત રહેવા ભાર મૂક્યો હતો.
આ પદગ્રહણ સમારોહ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા, રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા, રાષ્ટ્રીય અ.જા. મોરચાના મહામંત્રી અને ગઢડા-ઉમરાળાનાં ધારાસભ્ય શંભુનાથજી બાપુ, મંત્રી પરશોત્તમભાઈ સોલંકી, ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા સહીત કેન્દ્રીય, પ્રદેશ આગેવાનો ધારાસભ્યઓ, બુથ પ્રમુખોથી લઈને તમામ કાર્યકર્તા બંધુ-ભગિનીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. પ્રદેશ, રાષ્ટ્રીય હોદ્દેદારઓ, સાંસદ, ધારાસભ્યઓ, જીલ્લા હોદ્દેદારઓ, પ્રદેશ સેલ, મોરચા, કારોબારી સભ્યઓ, જીલ્લા, મંડલ, મોરચાની ટીમો, મંડલની ટીમો, જીલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાનાં સદસ્યો, ભા.ડી.કો. બેન્ક, માર્કેટિંગ યાર્ડ, ખરીદ વેચાણ સંઘનાં ડાયરેક્ટરો, શક્તિકેન્દ્ર સંયોજક/ઇન્ચાર્જઓ, બુથ પ્રમુખઓ, શુભેચ્છકોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમ જીલ્લા ભાજપા પ્રવક્તા મિડીયા ક્ધવીનર  કિશોર ભટ્ટની યાદીમાં જણાવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application