દ્વારકામાંથી 5 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, 25 હજાર આપી એજન્ટે ગુજરાત પહોંચાડી, જાણો ઘૂસણખોરીનો ખેલ કેવી રીતે ચાલે છે

  • March 17, 2025 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિ દ્વારકામાંથી ગેરકાયદેસર રીતે ઘૂસેલી પાંચ બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે. એસઓજીએ રૂક્ષ્મણી માતાજીના મંદિર પાસેથી પાંચ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે. એસઓજીને બાતમી મળી હતી કે મંદિરની પાછળના રોડ પર કેટલીક શંકાસ્પદ મહિલાઓ જોવા મળી છે. આથી પોલીસે ચેકિંગ કરતા રૂબી (ઉ.વ.35), સાદીયા ઉર્ફે શીતલ (ઉ.વ.26), સુમી ઉર્ફે રીયા (ઉ.વ.35), ખાલીદા ઉર્ફે નઝમાબેબી (ઉ.વ.33) અને રૂબી (ઉં.વ.35)ને ઝડપી પાડી હતી.


25 હજાર આપી ભારતમાં ગેરકાયદે ઘુસી
તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલાઓએ બાંગ્લાદેશના એજન્ટોની મદદથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. તેમણે જેશોરથી બાંગા વચ્ચેની નદીનો ઉપયોગ કરી ઘુસણખોરી કરી હતી. દરેક મહિલાએ આ માટે લગભગ 25,000 રૂપિયા ચૂકવ્યા હતા.​​​​​​​


એકપણ પાસે કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા
પીઆઈ પી.સી.સિંગરખીયાની આગેવાની હેઠળની ટીમે મહિલા પોલીસ કર્મચારીઓ સાથે તપાસ કરી. આ મહિલાઓ પાસે કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા. તેમના મોબાઈલમાંથી બાંગ્લાદેશી જન્મ પ્રમાણપત્ર, નેશનલ આઈડી કાર્ડ અને બાંગ્લાદેશી મોબાઈલ નંબરો મળી આવ્યા.

ભારતીય નાગરિકો સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેતી
ભારતમાં આવ્યા બાદ તેઓ અહીં રહેતા બાંગ્લાદેશી લોકોની મદદથી વિવિધ વિસ્તારોમાં રહેતી હતી. તેઓ છૂટક મજૂરી કરતી અને કેટલીક મહિલાઓ છેલ્લા 7થી 10 વર્ષથી ભારતમાં રહેતી હતી. તેઓ ભારતીય નાગરિકો સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેતી હતી. મજૂરીમાંથી મળતી કમાણી પશ્ચિમ બંગાળના એજન્ટને મોકલવામાં આવતી. એજન્ટ પોતાનું કમિશન કાપી બાકીની રકમ બાંગ્લાદેશમાં તેમના પરિવારને મોકલી આપતો હતો. હાલ પોલીસે તમામ મહિલાઓને ડિટેઈન કરી વધુ તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application