જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઝૂંપડીમાંથી એક અજ્ઞાત પુરુષ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલની અંદર લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. પોલીસે મૃતદેહની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી એક છાપરી નીચે અંદાજે ૫૦ વર્ષની વયનો કોઈ અજ્ઞાત પુરુષ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. તબીબો દ્વારા તેની તપાસણી કરતાં તેનું બીમારીના કારણે મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
જે બનાવ અંગે નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ચંદ્રેશ કાંતિલાલ રાઠોડ એ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ કે. એન. જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જયારે તેની ઓળખ કરવા માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. મૃતકે સફેદ ચોકડી વાળું આખી બાયનું શર્ટ તેમજ ભૂરા કલરનું પેન્ટ પહેરેલા છે. જે અંગેની કોઈને જાણકારી હોય તો સિટી બી. ડિવિઝન પોલીસમાં પીએસઆઇ કે.એન. જાડેજા નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech