સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં શંકરાચાર્યજીની ઉપસ્થિતિ: કેનેડા સરકાર દ્વારા હિન્દુ ધર્મ સ્થાનોની સલામતી અને ગરીમાની જાળવણી કરવામાં આવે: મંદિરને નુકશાન કરનારાઓને શું પ્રાપ્ત થવાનું છે ?: ધર્મ એ નથી કે બીજા ધર્મને નષ્ટ કરવો
કેનેડામાં તાજેતરમાં મંદિર ઉપર થયેલો હુમલો ખુબ જ નીંદનીય છે અને અજ્ઞાનના પરીચય સમાન આ હુમલાખોરોને હુમલાથી શું પ્રાપ્ત થઇ શકશે ? આનાથી કોઇ જાતી કે ધર્મનો ઉઘ્ધાર ન થઇ શકે, આ તેઓનું અજ્ઞાન છે, ધર્મ એ નથી કે બીજા ધર્મને નષ્ટ કરવો. તેમ સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુ દ્વારકાપીઠના અનંત વિભુષીત પ.પૂ.જગતગુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ પ્રદર્શન મેદાનમાં સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત મહીલા સંગઠન દ્વારા પ્રદર્શન મેદાનમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
પૂ.શંકરાચાર્યજીએ કહ્યું હતું કે, કેનેડામાં મંદિર ઉપર થયેલા હુમલાને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ વખોડયો છે, ખરેખર તો કેનેડાની સરકાર દ્વારા હિન્દુ ધર્મ સ્થાનોની સલામતી અને ગરીમાની જાળવણી કરવામાં આવે અને તેની સ્પષ્ટ જાણ પણ ભારત સરકારે કેનેડાની સરકારને કરી છે. આ હુમલાને ખરાબ કૃત્ય ગણાવીને તેની આકરી નિંદા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સનાતન ધર્મ પ્રચાર અને સેવાના કાર્યક્રમો થઇ રહ્યા છે ત્યારે કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલા અંગે મારી પ્રતિક્રિયા એ છે કે, કોઇપણ મંદિરને નુકશાન કરવાથી કોઇ ધમર્વિલંબીઓ, નાસ્તીકો શું મેળવી શકશે ? મંદિરને નુકશાન કરીને તેઓને શું મેળવવાની ઇચ્છા છે તે સમજાતું નથી, આનાથી કોઇ જાતિ કે ધર્મનો ઉઘ્ધાર ન થઇ શકે અને તેઓનું આ અજ્ઞાન છે. ધર્મ એ નથી કે, બીજા ધર્મને નષ્ટ કરવો અને આમ તેઓએ હુમલો કરીને મોટા અજ્ઞાનનો પરીચય આપ્યો છે.
પૂ.સદાનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે, પુજા સ્થળ શું છે ? ત્યાં તેઓની આસ્થા, શ્રઘ્ધા હોય છે તે કોઇ તોડી ન શકે, વધી-વધીને પથ્થર તોડી શકે, ભૂતકાળમાં મહમદ ગઝનીએ સોમનાથમાં શું કર્યુ હતું ? સરદાર વલ્લભભાઇ પટેલે ફરીથી મંદિરને પ્રસ્થાપીત કર્યુ છે, જે લોકોએ મંદિર ઉપર હુમલાનું કૃત્ય કર્યુ છે તે ખુબ ખરાબ કર્યુ છે અમે તેની આકરી નીંદા કરીએ છીએ. આ કાર્યક્રમમાં પ.પૂ.મુકતાનંદજી મહારાજ બ્રહ્માનંદ આશ્રમ ચાપરડા, મહંત યોગી શેરનાથજી બાપુ ગૌ રક્ષક આશ્રમ જુનાગઢ, પૂ.1008 મહામંડલેશ્ર્વર કણીરામ બાપુ દુધરેજ, પૂ.1008 મહામંડલેશ્ર્વર કનકેશ્ર્વરી માતાજી મોરબી, કેશવાનંદજી મહારાજ દ્વારકા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
જગતગુરૂની હાજરીમાં અને પૂ.મુકતાનંદજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત મહીલા સંગઠન સમિતિના પ્રમુખ પદે ઉષા કપુરની નિમણુંક કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં જિલ્લા વાઇસ સંગઠનની રચના કરવામાં આવશે, આમ પૂ.શંકરાચાર્યજીએ નવા મહીલા સંગઠનને આશીવર્દિ આપી, સનતાન ધર્મનો પ્રચાર કરી સંગઠન મજબુત બનાવવા જણાવ્યું હતું, આ કાર્યક્રમને સફળ બનાવવા ચંદ્રીકાબેન દુધૈયા, અલ્કાબેન વિઠલાણી, દિપાલીબેન ચુડાસમા, વંદનાબેન રાવલે જહેમત ઉઠાવી હતી અને નવા વરાયેલા પ્રમુખ ઉષા કપુરનું શંકરાચાર્યજીના હસ્તે સન્માન કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech