ગીરસોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુકત ટીમ દ્રારા કોડિનારના ખનીજચોરો પર જડબેસલાક કાર્યવાહી કરવામાં આવી છે.
કોડિનાર તાલુકાના ઘાટવડ ખાતેના ખાનગી માલીકીના સર્વે નં–૩૨૩ પૈકી ૧ વાળી જમીન નામે મસરીભાઇ ભાયાભાઇ બાંભણીયા દ્રારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવેલું હોવાથી તે વિસ્તારની માપણી હાથ ધરતા કુલ–૩,૦૭,૫૩૩ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનુ માલૂમ પડું હતું. જેની ખનીજ કિંમત રૂા. ૧૫.૪૯ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ જ રીતે, ખાનગી માલીકીના સર્વે નં–૩૩૪ પૈકી ૧ વાળી જમીન નામે સુલેમાન વલી ચૈહાણ તથા અન્ય દ્રારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરેલ હોઇ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ–૫,૪૦,૫૬૨ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનુ માલુમ પડું હતું. જેની ખનીજ કિંમત રૂા. ૨૭.૨૪ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત, ખાનગી માલીકીના સર્વે નં–૩૦૩ વાળી જમીન નામે ભાણાભાઇ ભીખાભાઇ સિંગડ તથા અન્ય દ્રારા કોઇ પણ પ્રકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરેલ હોઇ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ–૩,૧૨,૯૨૪ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનું માલુમ પડું હતું. જેની ખનીજ કિંમત રૂા.૧૫.૭૭ કરોડ જેની દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેમજ, ખાનગી માલીકીના સર્વે નં–૩૦૧ પૈકી ૪ વાળી જમીન નામે નથુભાઇ રામભાઇ પરમાર તથા અન્ય દ્રારા કોઇપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરેલ હોઇ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ–૩,૩૨,૧૦૭ મે.ટન ખનીજ ચોરી કરી હોવાનું માલુમ પડું હતું. જેની ખનીજ કિંમત રૂા.૧૬.૭૩ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ, સમગ્રતયા ૧૪,૯૩,૧૨૬ મેટિ્રક ટન લાઈમસ્ટોનની ખનીજ ચોરી માટે કુલ રૂા. ૭૫.૨૩ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે તત્રં દ્રારા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech