રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં દબાણ કરતા અને ડોક્યુમેન્ટસ સાથે હાજર થવા માટે નવેસરથી નોટિસો ફટકારવામાં આવી છે. વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હવે ત્રણ ઝોનમાં નવેસરથી નોટિસ આપવાનું ચાલુ કરાયું છે, નોટિસધારક/દબાણકર્તા/ગેરકાયદે બાંધકામ કરનારાએ ડોક્યુમેન્ટ લઇ ઝોન ઓફિસમાં હાજર થવાનું રહેશે અને નોટિસ સંદર્ભે પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે. જો આ પ્રકારે હાજર થઇ જવાબ રજૂ કરવામાં નહીં આવે તો આસામીને વાંધો નથી તેમ સમજી લઇને આગળની ધોરણસરની કાર્યવાહી કરાશે. હાલ ત્રણેય ઝોનમાં સીટી ઈજનેરોની સહીથી ઉપરોક્ત મુજબની નોટિસોની બજવણી થઇ રહી છે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત પ્રકારે ડિમોલીશનની પ્રોસિઝર અનુસરવા કહ્યું છે એટલે નવેસરથી નોટિસો બજાવી હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં દેશભરમાં શરૂ થયેલા ડિમોલિશન મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા એવી ગાઇડલાઇન આપવામાં આવી હતી કે દબાણ કરતાં ને નોટિસ ફટકારવામાં આવ્યા બાદ તેવું હાજર ન થાય અથવા તો નોટિસનો જવાબ રજૂ ન કરે ત્યારબાદ નિયત સમય મર્યાદા પૂર્ણ થઈ જ આગળની કાર્યવાહી કરવાની રહે. હવે રાજકોટ મહાપાલિકાએ આ ગાઈડલાઈન અનુસાર તાજેતરમાં નવી નોટિસો ફટકારી છે.
બિલ્ડર્સના ફ્લાવર બેડના પ્રશ્ને વચલો રસ્તો પેઇડ એફએસઆઇનો અપનાવવા માટે વિચારણા શરૂ
રાજકોટ શહેરમાં ફ્લાવર બેડના પ્રશ્ન વ્યાપક રજૂઆતો કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર અને ટીપીઓ સરકારમાંથી આવેલા લેખિત અભિપ્રાયને જ વળગી રહેતા આજ દિવસ સુધી કોઈ રસ્તો નીકળી શક્યો નથી દરમિયાન આજે મહાપાલિકા કચેરીની લોબીમાં એવી ચર્ચા થતી જોવા મળી હતી કે ફ્લાવર બેડના મામલે વચલો રસ્તો કાઢવા માટે પેઇડ એફએસઆઈ અથવા ફલોટર એફએસઆઇ વસૂલીને આગળ વધવા કાર્યવાહી થઈ શકે કે કેમ તેની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે જોકે ફ્લાવર બેડ પ્રકારના આર્કિટેક્ચરલ પ્રોજેક્શન માટે એફએસઆઈ વસૂલી શકાય તેવી જીડીસીઆરમાં કોઇ જોગવાઈ નહીં હોવાનું જાણકારો માની રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech