અદાણી ગ્રૂપના સામ્રાયને હચમચાવી મૂકનાર અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચએ વધુ એક એલાન કરીને ટેન્શન વધાયુ છે. હિંડનબર્ગે ચેતવણી આપી છે કે ભારતમાં કંઈક મોટું થવાનું છે. જો કે, શોર્ટ સેલરે વધુ વિગતો શેર કરી નથી. એલોન મસ્કની માલિકીની એકસ પર પોસ્ટ કરીને, અમેરિકન કંપનીએ ભારતીય કંપની સાથે સંબંધિત વધુ એક મોટા ઘટસ્ફોટના સંકેત આપ્યા છે. હિન્ડેનબર્ગ રિસર્ચે તેની પોસ્ટમાં લખ્યું છે કે ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે.
જાન્યુઆરી ૨૦૨૩માં, હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણીના અદાણી જૂથને લયાંક બનાવતો અહેવાલ બહાર પાડો હતો. આ અહેવાલે ખળભળાટ મચાવ્યો હતો કારણ કે હિંડનબર્ગે અદાણી જૂથ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવતાની સાથે જ અદાણી ગ્રૂપના તમામ શેર્સમાં તીવ્ર ઘટાડો થયો હતો અને ગૌતમ અદાણી વિશ્વના નંબર ૨ અબજોપતિ બન્યા બાદ ૩૬માં સ્થાને સરકી ગયા હતા, કારણ કે તેમની સંપત્તિમાં રેકોર્ડ ઘટાડો નોંધવામાં આવ્યો હતો. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ અદાણી ગ્રૂપ પર રિપોર્ટ આવ્યા બાદ તમામ શેર્સમાં ભારે ઘટાડો થયો હતો, ત્યારબાદ કંપનીના વેલ્યુએશનમાં પણ ઝડપથી ઘટાડો થયો હતો. સ્થિતિ એવી હતી કે થોડા દિવસોમાં અદાણી ગ્રૂપનું વેલ્યુએશન ૮૬ અબજ ડોલર ઘટી ગયું હતું. શેરના ભાવમાં થયેલા આ મોટા ઘટાડાથી પાછળથી ગ્રૂપના ઓવરસીઝ લિસ્ટેડ બોન્ડનું મોટા પાયે વેચાણ થયું હતું. આ વર્ષે જૂનમાં, હિંડનબર્ગ રિસર્ચ ફરી એકવાર સમાચારોમાં આવી ગયું હતું યારે તેણે જાહેર કયુ હતું કે મૂડી બજારના નિયમનકાર સેબીએ તેમના વિદ્ધ ભારતીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને નોટિસ જારી કરી હતી. આ વિકાસ એક ટનિગ પોઈન્ટ સાબિત થયો, કારણ કે હિન્ડેનબર્ગ રિસર્ચે પ્રથમ વખત તેના અહેવાલમાં કોટક બેંકને સ્પષ્ટ્ર રીતે ઓળખી કાઢું હતું. પરિણામે, આ ઘટસ્ફોટના કારણે કોટક બેંકના શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જે શઆતના ટ્રેડિંગ સેશનમાં જૂન પછીના તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો.
આ વખતે હિંડનબર્ગનું લક્ષ્ય કોણ?
આ વખતે હિંડનબર્ગનું લક્ષ્ય કોણ છે, તે તેની એકસ પોસ્ટ પરથી સ્પષ્ટપણે જાણી શકાયું નથી. પરંતુ તેમની આવી ચેતવણી શેરબજારમાં રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ચોક્કસપણે અસર કરશે. એટલું જ નહીં, અદાણી ગ્રૂપને લઈને સામાન્ય રોકાણકારોના મનમાં ફરી એકવાર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે, ત્યારે કેટલાક યુઝર્સ હિંડનબર્ગની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. હિંડનબર્ગ રિસર્ચની પોસ્ટ પર સામાન્ય યુઝર્સની કમેન્ટસ પરથી પણ જાણી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech