ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા ભારતમાં પોતાનો પહેલો શોરૂમ ખોલવા માટે તૈયાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈલોન મસ્કની કંપની મુંબઈમાં પોતાનો શોરૂમ ખોલશે અને આ માટે લીઝ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. શરૂઆતમાં ટેસ્લા ભારતમાં ફક્ત તેની આયાતી કાર (બીજા દેશમાં બનાવીને ભારતમાં વેચાતી) વેચશે.
લીઝ ડીલના રજીસ્ટ્રેશન પેપર્સ અનુસાર ભારતમાં ટેસ્લાનો પહેલો શોરૂમ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના બિઝનેસ અને રિટેલ હબમાં મેકર મેક્સિટી બિલ્ડિંગમાં સ્થિત હશે. ગયા મહિને, ટેસ્લાએ તેના લિંક્ડઇન પેજ પર ઓછામાં ઓછા 13 કર્મચારીઓની ભરતી માટે એક જાહેરાત પોસ્ટ કરી હતી. આમાં નોકરીનું સ્થાન મુંબઈ મેટ્રોપોલિટન રિજન હોવાનું જણાવાયું હતું. કાર્યસ્થળનો પ્રકાર ઓન-સાઈટ હતો.
ટેસ્લાએ આ લીઝ ડીલ 5 વર્ષ માટે કરી છે, જે 16 ફેબ્રુઆરી, 2025 થી શરૂ થશે. કંપની 4003 ચોરસ ફૂટ (372 ચોરસ મીટર) જગ્યા માટે વાર્ષિક 3,87,56,113 રૂપિયા (4,46,૦૦૦ ડોલર) માસિક 32 લાખ રૂપિયા ભાડું ચૂકવશે. વિશ્લેષણાત્મક પેઢી સીઆરઈ મેટ્રિક્સ દ્વારા પૂરા પાડવામાં આવેલા લીઝ નોંધણી કાગળો અનુસાર, ભાડું દર વર્ષે 5 ટકા વધશે, જે પાંચમા વર્ષે લગભગ રૂ. 4,70,98,505 (યુએસડી 542,000) સુધી પહોંચશે.
મુંબઈ ઉપરાંત, ટેસ્લા નવી દિલ્હીમાં પણ શોરૂમ ખોલવાનું વિચારી રહી છે. ભારતીય બજારમાં ટેસ્લાની પહેલી કાર પ્રમાણમાં સસ્તી હશે જેની કિંમત લગભગ 22,00,000 રૂપિયા (લગભગ યુએસડી 25,000) થી શરૂ થઈ શકે છે. કંપની પાસે ભારતમાં ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરવાની તાત્કાલિક કોઈ યોજના નથી, તેથી તે જર્મનીથી આયાત કરવામાં આવી શકે છે.
ટેસ્લાની ગીગાફેક્ટરી બર્લિન-બ્રેંડેનબર્ગ યુરોપમાં તેની પ્રથમ ઉત્પાદન સુવિધા જ નહીં પણ સૌથી આધુનિક પણ છે. આ ક્ષેત્રના નિષ્ણાતોના મતે, મોડેલ 3 અને મોડેલ વાય ભારતમાં ટેસ્લાની શરૂઆતની ઇલેક્ટ્રિક કાર હોય શકે છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં આ મોડેલોની કિંમત યુએસ 25,000 ડોલરથી વધુ છે. કંપનીએ ભારતીય બજારને ધ્યાનમાં રાખીને તેની કારમાં કેટલાક ફેરફારો કરવા પડશે જેથી તેમની કિંમતો પ્રમાણમાં ઓછી રહે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech