નવા થોરાળાના ગોકુલપરામાં રહેતા હરેશભાઇ કાનજીભાઇ પરમાર (ઉ.વ.૪૪) એ ફરિયાદમાં આરોપી તરીકે કેવલ સોદંરવા, શામજીભાઇ મકાભાઇ મકવાણા,દીલીપ ઉર્ફે દિલો પ્રેમજીભાઇ ચૌહાણ,અજયભાઇ જાદવ,નાગેશ ઉર્ફે છોટુ શામજીભાઇ મકવાણા અને રોહીત ઉર્ફે બાઠી રાઠોડના નામ આપ્યા છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે રાયોટ અને બળજબરીથી વસ્તુ પડાવવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
હરેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.૧૧/૦૪ના રાત્રીના તે પોતાના ઘરે હતા ત્યારે તેમના માતાએ કહ્યું કે,નવા થોરાળામાં રહેતો કેવલ દુકાનેથી ચીજ વસ્તુઓ લઇ જઇ અને પૈસા આપતો નથી પૈસા માંગીએ તો દુકાન બંધ કરી દેવાનું કહે છે.ત્યાર બાદ હરેશભાઈ કેવલના ઘરે ગયા ત્યારે કેવલ ત્યાં હાજર હતો નહીં અને શામજીમામાને આ હકીકત જણાવી અને બાદમાં કેવલ અંગે પૂછ્યું હતું અને બાદમાં તેમણે તેમના ઘરે આવવાનું કહેતા ત્યાં હરેશભાઈ અને કાકા નિલેશભાઈ પરમાર પહોંચતા ત્યાં કેવલ સોદંરવા,શામજીભાઇ મકાભાઇ મકવાણા, દીલીપ ઉર્ફે દિલો પ્રેમજીભાઇ ચૌહાણ,અજયભાઇ જાદવ,નાગેશ ઉર્ફે છોટુ શામજીભાઇ મકવાણા અને રોહીત ઉર્ફે બાઠી રાઠોડ હતા.બાદમાં શામજીભાઈને હકીકત જણાવતા તમામ આરોપીઓ એક સંપ થઈ ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા.
આ સમયે હરેશભાઈએ ગળામાં પેહરેલ સોનાનો ચેઇન આશરે દોઠેક તોલાનો જેની આશરે કિ.રૂ. ૧,૦૭,૦૦૦ નો તથા હાથમાં રહેલ મોબાઇલ જેના કવરમાં રોકડા રૂ પીયા ૨૫૦૦ હતા તે રોકડા રૂપીયા સહીતનો મોબાઇલ ફોનની કિ.રૂ. આશરે ૭,૫૦૦ ગણી શકાય તે સોનાનો ચેઇન તથા મોબાઇલ ફોન બન્ને ઝઘડો કરવા વાળા કોઇએ જુટવીને લઇ લીધેલા તેમજ બાદમાં મોબાઈલ તૂટેલી હાલતમાં સુરેશ નામનો વ્યક્તિ પરત આપી ગયો હતો.આ મામલે હરેશે માથાકૂટથી કંટાળી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.આરોપીઓ પૈકી શામજી થોરાળા પોલીસ મથકના તત્કાલીન પીઆઇ બી.એમ.ઝણકાંટ પર હુમલા પ્રકરણમાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech