હજુ સત્તાવાર રીતે ઉનાળાની એન્ટ્રી થઈ નથી ત્યાં ગરમીએ આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં દરરોજ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, રાજકોટ મહુવા ભુજ કંડલા અમદાવાદ ગાંધીનગર સુરત અને ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન નો પારો 35 ડીગ્રી ને પાર કરી ગયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન ભુજમાં 36.2 ડિગ્રી નોંધાયું છે. ત્યાર પછી બીજા ક્રમે રાજકોટમાં 35.9 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે.
કંડલામાં 35.4 મહુવામાં 35.4 ડાંગમાં 35.5 અમદાવાદમાં 35.1 ગાંધીનગર અને સુરતમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
આ ઉપરાંત નલિયામાં 32.5 ભાવનગરમાં 32.2 પોરબંદરમાં 33.8 વેરાવળમાં 32.2 દીવમાં 32 સુરેન્દ્રનગરમાં 34.8 મહુવામાં 35.4 કેશોદમાં 34 જામનગરમાં 32.5 અને દીવમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
લઘુતમ તાપમાનની વાત કરીએ તો આજે રાજકોટમાં એકાદ ડિગ્રીના વધારા સાથે 16.3 વેરાવળમાં 19.2 પોરબંદરમાં 13.2 ઓખામાં 22 દ્વારકામાં 21.2 ભાવનગરમાં 16.5 ભુજમાં 17.2 નલિયામાં 14.1 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ભુજમાં નોર્મલ કરતાં 6.3 ડિગ્રી અને રાજકોટમાં નોર્મલ કરતા 5.1 ડીગ્રી વધુ તાપમાન છે. હજુ સોમવારથી સમગ્ર રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલું વધશે.
ગુજરાત રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાં ગરમીએ માઝા મુકેલ છે તો બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં આજે કોલ્ડ વેવથી સિવિયર કોલ્ડ વેવ ની ચેતવણી આપવામાં આવી છે. આગામી તારીખ 17 ના રોજ હિમાલયન રિજીયનમાં વધુ એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને તેના કારણે વરસાદ તથા હિમવષર્નિી આગાહી જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ લદાખ સહિતના વિસ્તારો માટે આપવામાં આવી છે.
બીજી બાજુ આસામમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમના કારણે આસામ મેઘાલય અરુણાચલ સહિતના પૂર્વોતરના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech