અમરેલીમાં શિક્ષક હેવાન બન્યો, 8 દિવસ સુધી ધો.4માં ભણતી બે બાળકીને પીંખી, રિસેસમાં સ્કૂલની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો

  • February 28, 2025 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીમાં શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમરેલીમાં શિક્ષકે બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ છે, 8 દિવસથી શિક્ષક દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે બન્ને વિદ્યાર્થિનીના માતા-પિતાને જાણ કરી અને આખરે અમરેલી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે.

અમરેલીમાં શિક્ષક દ્વારા બે વિધાર્થીની સાથે દુષ્કર્મ આચરતા શિક્ષણ જગતને લાંછન લાગ્યું છે. આરોપી શિક્ષકે બાળકીનો એક પછી એક એમ રૂમમાં બોલવાતો અને દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ વાલીઓમાં પણ રોષની લાગણી જોવા મળી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક આરોપી મહેન્દ્ર પટેલ સામે દુષ્કર્મ પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. બન્ને બાળકીઓને દુષ્કર્મ આચરીને કોઈને કહેવાનું નહીં તેવું કહેતો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


બાળકીઓ ધોરણ 4માં અભ્યાસ કરે છે
નરાધમ શિક્ષકે ધોરણ 4મા ભણતી બે  સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી. અહીં સ્કૂલમા ધોરણ 1 થી 5માં માત્ર 17 બાળકો અભ્યાસ કરે છે. પ્રિન્સીપાલ ઉપરાંત મહેન્દ્ર પટેલ નામનો શિક્ષક ફરજ બજાવે છે. અહીં માત્ર એક જ વર્ગમા તમામ બાળકોને સાથે ધોરણ 1 થી 5 ભણાવાય છે. પ્રિન્સિપાલ રજા પર હોય અને શિક્ષક એકલો હતો ત્યારે રીસેસમા રૂમનો ઓરડો બંધ કરી તે એક બાળકી સાથે કુચેષ્ઠા કરી રહ્યો હતો. વાલીઓએ દોડી જઇ તેને રંગેહાથ ઝડપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application