થોરાળા પોલીસ મથકની સામે જ રહેતી અને ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીએ પાંચ દિવસ પહેલાં ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે યુવતીની માતાએ થોરાળા પોલીસ મથકમાં દીકરીને મરવા મજબૂર કર્યા અંગે આંધ્રપ્રદેશમાં રહેતા મર્ચન્ટ નેવીના કર્મચારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી સાથે શિક્ષિકાએ સંબંધ તોડી નાખતા પ્રેમ સંબંધ નહીં રાખે તો ફોટા વાયરલ કરી દઇશ કહી તેવી ધમકી આપતા યુવતીએ આ પગલું ભરી લીધું હતું. આ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો
બનાવ અંગે ભાવનગર રોડ પર થોરાળા પોલીસ મથક સામે જ રહેતાં ૫૧ વર્ષીય પ્રૌઢે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બીલ્લા વામસી (રહે. આંબેડકર નગર, કવાલી, પોટ્ટી શ્રીરામુલુ નેલ્લોર, આંધ્રપદેશ) નું નામ આપતાં થોરાળા પોલીસે આરોપી સામે મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર
ફરિયાદીએ જણાવ્યા મુજબ, તેઓ મજૂરીકામ કરે છે અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેઓની મોટી પુત્રી ૨૩ વર્ષની હતી, જે ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. તેણીને કોરોનાકાળમાં મોબાઈલમાં રેવ એપ દ્વારા આરોપીના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે વાતચીત શરૂ થયા બાદ પ્રેમ પાંગર્યો હતો. દરમિયાન આરોપી તેમની પુત્રીને મળવા માટે ત્રણેક વખત રાજકોટ પણ આવ્યો હતો અને તેણીનું શારીરિક શોષણ પણ કર્યું હતું અને તે ક્ષણના આરોપીએ ફોટા પણ પાડી લીધાં હતાં.
ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો
જે બાદ મૃતક પુત્રી પર આરોપી ખોટી શંકા કરવા લાગ્યો હતી અને તેણીના ઇન્સ્ટાગ્રામ સહિતની એપના આઈડી પોતાની પાસે લઈ તે કહે તેની સાથે જ વાત કરવાનું કહીં ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું હતું. થોડા સમય પહેલાં મારા પરિવારજનો મારા માટે છોકરી શોધવા લાગ્યાં છે, હવે હું તારી સાથે સબંધ નહીં રાખું, તેમ કહીં સબંધ તોડી નાંખ્યા હતાં. જે બાદ ફરીવાર સબંધ રાખવા દબાણ કરી તેમજ જો સબંધ નહિ રાખે તો તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો.
આરોપી મર્ચન્ટ નેવીમાં નોકરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
તેમજ ગઈ તા.૩૦ ના આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં યુવતીની ફેક આઈડી બનાવી તેમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં યુવતીએ તે જ દિવસે અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવ અંગેની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, આરોપી મર્ચન્ટ નેવીમાં નોકરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech